________________
૨૯
જીતકલ્પચૂર્ણિના કર્તા સિદ્ધસેનસૂરિ પ્રસિદ્ધ સિદ્ધસેન દિવાકરથી ભિન્ન છે. આનું કારણ એ છે કે સિદ્ધસેન દિવાકર જીતકલ્પ સૂત્રના પ્રણેતા આચાર્ય જિનભદ્રના પૂર્વવર્તી છે, જ્યારે ચૂર્ણિકાર સિદ્ધસેનસૂરિ આચાર્ય જિનભદ્રના પશ્ચાત્વર્તી છે. તેમનો સમય વિ.સં. ૧૨૨૭ પૂર્વે છે, પશ્ચાત્ નથી, કેમકે પ્રસ્તુત જીતકલ્પચૂર્ણિની એક ટીકા જેનું નામ વિષમપદવ્યાખ્યા છે, શ્રીચન્દ્રસૂરિએ વિ.સં. ૧૨૨૭માં પૂર્ણ કરી હતી. પ્રસ્તુત સિદ્ધસેન સંભવતઃ ઉપકેશગચ્છીય દેવગુપ્તસૂરિના શિષ્ય અને યશોદેવસૂરિના ગુરુભાઈ છે.
પ્રાસ્તાવિક
બૃહત્કલ્પચૂર્ણિકાર પ્રલમ્બસૂરિ વિ.સં. ૧૩૩૪ પૂર્વે થયા છે, કેમકે તાડપત્ર ૫૨ લિખિત પ્રસ્તુત ચૂર્ણિની એક પ્રતિનો લેખન-સમય વિ.સં. ૧૩૩૪ છે.
દશવૈકાલિકચૂર્ણિકાર અગસ્ત્યસિંહ કોટિગણીય વજ્રસ્વામીની શાખાના એક વિર છે : તેમના ગુરુનું નામ ઋષિગુપ્ત છે. તેમનો સમય અજ્ઞાત છે. ચૂર્ણિની ભાષા, શૈલી વગેરે જોતાં કહી શકાય કે ચૂર્ણિકાર વિશેષ પ્રાચીન નથી. નન્દીચૂર્ણિ ઃ
આ ચૂર્ણિ મૂલ સૂત્રનું અનુકરણ કરતાં લખવામાં આવી છે. તેની વ્યાખ્યાનશૈલી સંક્ષિપ્ત તથા સારગ્રાહી છે. તેમાં મુખ્યત્વે જ્ઞાનના સ્વરૂપની ચર્ચા છે. અંતમાં ચૂર્ણિકારે ‘ખિરેળામેત્તમહાસહા નિતા......' વગેરે શબ્દોમાં પોતાનો પરિચય આપ્યો છે જે સ્પષ્ટ નથી.
અનુયોગદ્વારચૂર્ણિ :
જિનદાસગણિકૃત પ્રસ્તુત ચૂર્ણિ પણ મૂલસૂત્રાનુસારી છે. આમાં નન્દીચૂર્ણિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સપ્તસ્વર, નવરસ વગેરેનું પણ આમાં સોદાહરણ નિરૂપણ કરવામાં આવ્યું છે. અંતમાં ચૂર્ણિકા૨ના નામ વગેરેનો કોઈ ઉલ્લેખ નથી. આવશ્યકચૂર્ણિ :
આ ચૂર્ણિ મુખ્યત્વે નિર્યુક્ત્યનુસારી છે. અહીં-તહીં વિશેષાવશ્યકભાષ્યની ગાથાઓનું પણ વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. ભાષામાં પ્રવાહ તથા શૈલીમાં ઓજ છે. વિષય-વિસ્તાર પણ અન્ય ચૂર્ણિઓની અપેક્ષાએ અધિક છે. કથાનકોની પ્રચુરતા પણ તેની એક વિશેષતા છે. આમાં ઐતિહાસિક આખ્યાનોનાં વિશેષ દર્શન થાય છે. ઓનિર્યુક્તિચૂર્ણિ, વસુદેવહિણ્ડિ વગેરે અનેક ગ્રંથોનો આમાં ઉલ્લેખ છે. સંસ્કૃતના અનેક શ્લોક આમાં ઉદ્ધૃત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org