________________
અન્ય ટીકાઓ
યતિજી ! શું તમે પણ તેમની સંગતિ કરવા માગો છો ?
“ભાઈ ! તારું કથન કદાચ યોગ્ય છે. પરંતુ મને તો મારા ગુરની આજ્ઞા છે, આથી અહીં રહેવું જ પડશે. તેં મને આવનાર સંકટથી સાવધાન કર્યો તેના માટે ધન્યવાદ, પરંતુ ભય કોને કહેવાય છે તે હું જાણતો જ નથી. ‘ભય’ શબ્દ મારા કોશમાં જ નથી.” ધર્મસિંહે પ્રત્યુત્તર આપ્યો :
“મરવા દો આને ! પોતાનું આયુષ્ય ઓછું હોવાથી જ આ આમ કરતો હોય તો કોણ જાણે ?'' એક અન્ય મુસલમાને તે મુસલમાનના કાનમાં સલાહ આપી. ધર્મસિંહને ત્યાં રહેવાની અનુમતિ મળી ગઈ.
જેમ-જેમ સંધ્યા વ્યતીત થતી ગઈ તેમ-તેમ દરયાખાનનું સ્થાન નિર્જન થતું ગયું. અંતે જતાં પૂરા પ્રદેશમાં એકલા ધર્મસિંહ જ બાકી રહ્યા. તેમણે રજોહરણથી ભૂમિ સ્વચ્છ કરી પોતાનું આસન બિછાવ્યું અને સ્વાધ્યાયમાં મગ્ન થયા. એક પ્રહર રાત્રિ વ્યતીત થઈ હશે કે દરયાખાનનો યક્ષ ત્યાં આવ્યો. ધર્મસિંહ તે સમયે સ્વાધ્યાયમાં લીન હતા. તેમના મુખથી પૂર્વઅમ્રુત શબ્દોચ્ચારણ સાંભળીને યક્ષને થોડુંક આશ્ચર્ય થયું. તેને તે પુરુષ અન્ય પુરુષોથી કંઈક વિલક્ષણ પ્રતીત થયો. તે પોતાના ક્રોધી સ્વભાવને ભૂલીને ભક્તિપૂર્વક ધર્મસિંહની સેવામાં પ્રવૃત્ત થઈ ગયો. એટલું જ નહિ, તેમના ઉપદેશથી તેણે તે સમયથી કોઈ પણ મનુષ્યને ન સતાવવાનો સંકલ્પ કર્યો. યક્ષ ચાલ્યો ગયો. ધર્મસિંહ પોતાના સ્વાધ્યાયમાં સંલગ્ન રહ્યા. થોડી ઊંઘ લીધા પછી ફરી તે જ કાર્યમાં પ્રવૃત્ત થયા. ધીરે-ધીરે સવાર થઈ.
૪૩૯
આવશ્યક ક્રિયાઓથી નિવૃત્ત થઈને ધર્મસિંહ પોતાના ગુરુ પાસે પહોંચ્યા. વંદના વગેરે કર્યા પછી આખી ઘટના ગુરુને સંભળાવી. શિષ્યના આ શૌર્યપૂર્ણ આચરણથી ગુરુ ખૂબ પ્રસન્ન થયા. તેમને વિશ્વાસ થઈ ગયો કે ધર્મસિંહ ખૂબ પરાક્રમી અને બુદ્ધિશાળી છે. તે સારી રીતે સંયમનું પાલન કરી શકશે. તેનાથી જૈન શાસનનો ઉદ્યોત થશે. એમ વિચારીને તેમણે ધર્મસિંહને શુદ્ધ સંયમ ધારણ કરી વિચરવાની અનુમતિ પ્રદાન કરી. ધર્મસિંહ પોતાની વિચારધારાના અન્ય યતિઓને સાથે લઈ દરિયાપુર દરવાજા બહાર ઈશાન ખૂણામાં આવેલ ઉદ્યાનમાં પહોંચ્યા તથા નવસંયમ ગ્રહણ કર્યો. આ ઘટના વિ.સં. ૧૬૮૫ની છે. ધર્મસિંહનો ધર્મોપદેશ પ્રાયઃ દરિયાપુર દરવાજામાં જ થયા કરતો હતો આથી તેમનો સંપ્રદાય પણ ‘દરિયાપુરી સંપ્રદાય’' રૂપે જ પ્રસિદ્ધ થયો.
૧
१. संवत सोल पचासिए, अमदावाद मझार ।
शिवजी गुरू को छोड़ के, धर्मसि हुआ गच्छबहार ॥ એક પ્રાચીન કવિતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org