________________
૩૯૪
આગામિક વ્યાખ્યાઓ कंचि वायगवालब्भं सुतसागरपारगं दढचरित्तं । अप्पस्सुतो सुविहियं वंदिय सिरसा भणति सिस्सो ॥३॥ सज्झायझाणजोगस्स धीर ! जदि वो ण कोपि उवरोधो । इच्छामि ताव सोतुं कालण्णाणं समासेणं ॥४॥ अह भणति एवभणितो उवमा-विण्णाण-णाणसंपण्णो । सो समणगंधहस्थी पडिहत्थो अण्णवादीणं ॥५॥ दिवसिय-रातिय-पक्खिय-चाउम्मासिय तह य वासियाणं च । णिअय पडिक्कमणाणं सज्झायस्सा वि य तदत्थे ॥ ६ ॥ આચાર્ય મલયગિરિએ જો કે આ ગાથાઓ ઉદ્ધત નથી કરી પરંતુ તેમનો ભાવાર્થ પોતાની ટીકામાં ચોક્કસ આપ્યો છે. “સુખ તાવ મૂર.....' (ગા૧)ની વ્યાખ્યામાં તેઓ સર્વપ્રથમ આ જ ગાથાઓનો ભાવાર્થ પૂર્વાચાર્યોપદર્શિત ઉપોદૂધાત રૂપે પ્રસ્તુત કરે છે. તેઓ લખે છે: મયમત્ર પૂર્વાવાર્થોપશત ૩ઘોષાતઃ–ોડા શિષ્યો કૃતઃ कंचिदाचार्य पूर्वगतसूत्रार्थधारकं वालभ्यं श्रुतसागरपारगतं शिरसा प्रणम्य विज्ञापयति स्म, यथा - भगवन् ! इच्छामि युष्माकं श्रुतनिधीनामन्ते यथावस्थितं कालविभागं जातुमिति । तत एवमुक्ते सति आचार्य आह – शृणु वत्स ! तावदवहितो कथयामि....।' પ્રસ્તુત પ્રકીર્ણક સૂર્યપ્રજ્ઞપ્તિના આધારે રચવામાં આવ્યું છે : સૂર્યપ્રજ્ઞરિવું પ્રશ્નામુર્ધૃતમ્ ' આ જ રીતે પ્રથમ ગાથાની ભૂમિકારૂપ વ્યાખ્યાન અનંતર આચાર્ય કાલપ્રમાણ વગેરે વિષયો સંબંધિત આગળની ગાથાઓનું વિવેચન શરૂ કર્યું
છે.
કાલવિષયક સંખ્યાનું પ્રતિપાદન કરતાં આચાર્યે વલભી અને માથુરી વાચનાઓનો ઉલ્લેખ કર્યો છે અને બતાવ્યું છે કે સ્કન્ટિલાચાર્યના સમયમાં એક વાર દુકાળ પડવાથી સાધુઓનું પઠન-પાઠન બંધ થઈ ગયું. દુકાળના અંતે સુકાળ વખતે એક વલભીમાં અને એક મથુરામાં આ રીતે બે સંઘ એકત્રિત થયા. બંને જગ્યાએ સૂત્રાર્થનો સંગ્રહ કરવાથી પરસ્પર વાચનાભેદ થઈ ગયો. એવું થવું અસ્વાભાવિક પણ નથી કેમકે વિસ્મૃત સૂત્રાર્થનું સ્મરણ કરી કરીને સંઘટન કરતાં વાચનાભેદ થઈ જ જાય છે. અત્યારે વર્તમાન અનુયોગદ્વારાદિક માધુરી વાચનાનુગત છે જ્યારે જયોતિષ્કરણ્ડક સૂત્રનું નિર્માણ કરનાર આચાર્ય વાલભી છે. આથી પ્રસ્તુત સૂત્રનાં સંખ્યા સ્થાન પ્રતિપાદન વાલભી વાચનાનુગત હોવાને કારણે અનુયોગ દ્વારપ્રતિપાદિત સંખ્યાસ્થાનથી વિસદશ છે. વૃત્તિકારના પોતાના શબ્દોમાં આ સ્પષ્ટીકરણ આ
૧. પૃ. ૧-૨.
૨. પૃ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org