________________
નિશીથ-વિશેષચૂર્ણિ
૩૧૭
રાખવું, વર્ણયુક્ત પાત્રને વિવર્ણ બનાવવું, વિવર્ણ પાત્રને વર્ણયુક્ત કરવું, જૂના પાત્રથી છુટકારો મેળવવાની અનુચિત કોશિશ કરવી, સચિત્ત વગેરે ભૂમિ પર પાત્ર રાખવું વગેરે પાત્રવિષયક અનેક દોષોનું દિગ્દર્શન કરાવતાં આચાર્યે એતત્સમ્બન્ધી આવશ્યક યતનાઓનો અહીં-તહીં ઉલ્લેખ કર્યો છે.
પંચદશ ઉદેશ
:
સાધુને સચિત્ત આમ્ર વગેરે ખાવાની મનાઈ કરતાં આચાર્યે આમ્રનું નામાદિ નિક્ષેપોથી વ્યાખ્યાન કર્યું છે. દ્રવ્યાઘ્ર ચાર પ્રકારનાં છે : ઉસ્સેતિમ, સંસેતિમ, ઉવક્ખડ અને પલિય. આ ચારે પ્રકારના આમ્રનું સ્વરૂપ બતાવતાં આચાર્યે પલિય આમના ફરી ચાર વિભાગ કર્યાં છે ઃ ઇન્વનપલિયામ, ધૂમપલિયામ, ગંધપલિયામ અને વૃક્ષપલિયામ. આ બધાના સ્વરૂપ પર પણ પ્રસ્તુત ઉદેશમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ જ પ્રસંગે તાલપ્રલંબ વગેરેનાં ગ્રહણની વિધિનો સાધુ અને સાધ્વી બંનેની દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે. આ જ રીતે અન્ય સૂત્રોનું પણ યથાવિધિ વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. અંતમાં નિમ્નોક્ત ગાથામાં ચૂર્ણિકારની માતાનું નામ આપવામાં આવ્યું છે :
रतिकरमभिधाणऽक्खरसत्तमवग्गतअक्खरजुएणं ।
णामं जस्सित्थीए, सुतेण तस्से कया चुण्णी ॥
ષોડશ ઉદેશ :
પંદરમા ઉદ્દેશમાં દેવિભૂષાકરણ અને ઉજ્જવલોપધિધારણનો નિષેધ કરવામાં આવ્યો છે જેથી કરીને બ્રહ્મવ્રતની વિરાધના ન થાય. સોળમા ઉદેશમાં પણ અગુપ્તિ અથવા બ્રહ્મવિરાધના ન થાય તે જ દૃષ્ટિએ સાગારિવસતિનો નિષેધ કરવામાં આવ્યો છે. આ ઉદેશનાં પ્રથમ સૂત્ર ‘ને મિલ્લૂ સાયરિયસેમ્નું અનુપવિસર્......'નું વ્યાખ્યાન કરતાં ચૂર્ણિકાર કહે છે કે જે સાગારિકવસતિ ગ્રહણ કરે છે તેને આજ્ઞાભંગ વગેરે દોષો લાગે છે અને તેના માટે ચતુર્લઘુ પ્રાયશ્ચિત્તનું વિધાન છે : સહ આરીહિં सागारिया, जो तं गेहति वसहि तस्स आणादी दोसा, चउलहुं च से पच्छित्तं । ‘સાગારિક’ શબ્દનું વિશેષ સ્પષ્ટીકરણ કરતાં આચાર્ય કહે છે કે જ્યાં નિવાસ કરવાથી મૈથુનનો ઉદ્ગમ થાય છે તે સાગારિકવસતિ છે. તેના માટે ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત છે. અથવા જ્યાં સ્ત્રી-પુરુષ રહે છે તે સાગારિકવસતિ છે. તેના માટે પણ ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત છે ઃ ..... जत्थ वसहीये ठियाणं मेहुणुब्भवो भवति सा सागारिका,
૧. પૃ. ૪૮૪-૫.
Jain Education International
૨. પૃ. ૫૯૪.
For Private & Personal Use Only
૩. ચતુર્થ ભાગ, પૃ. ૧.
www.jainelibrary.org