SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પ્રકરણ દશવૈકાલિકચૂર્ણિ (જિનદાસગણિકૃત) આ ચૂર્ણિ` પણ નિર્યુક્તિનું અનુસરણ કરતાં લખવામાં આવી છે તથા દુમપુષ્પિકા વગેરે દસ અધ્યયન અને બે ચૂલિકાઓ – આ રીતે બાર અધ્યયનોમાં વિભક્ત છે. આની ભાષા મુખ્યત્વે પ્રાકૃત છે. પ્રથમ અધ્યયનમાં એકક, કાલ, દ્રુમ, ધર્મ વગેરે પદોનો નિક્ષેપ-પદ્ધતિએ વિચાર કરવામાં આવ્યો છે તથા શય્યભવવૃત્ત, દસ પ્રકારનો શ્રમણધર્મ, અનુમાનના વિવિધ અવયવો વગેરેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સંક્ષેપમાં પ્રથમ અધ્યયનમાં ધર્મની પ્રશંસાનું વર્ણન કરવામાં આવ્યું છે. દ્વિતીય અધ્યયનનો મુખ્ય વિષય ધર્મમાં સ્થિત વ્યક્તિને ધૃતિ કરાવવી તે છે. ચૂર્ણિકાર આ અધ્યયનની વ્યાખ્યાના પ્રારંભમાં જ કહે છે કે ‘અધ્યયન’ના ચાર અનુયોગદ્દારોનું વ્યાખ્યાન તે જ રીતે સમજી લેવું જોઈએ જે રીતે આવશ્યકચૂર્ણિમાં કરવામાં આવ્યું છે. ત્યાર પછી શ્રમણનાં સ્વરૂપ ૫૨ પ્રકાશ પાડતાં પૂર્વ, કામ, પદ, શીલાંગસહસ્ર વગેરે પદોનું સોદાહરણ વિવેચન કરવામાં આવ્યું છે. તૃતીય અધ્યયનમાં દંઢકૃતિકના આચારનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે માટે મહત્, ક્ષુલ્લક, આચાર, દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, અર્થકથા, કામકથા, ધર્મકથા, મિશ્રકથા, અનાચીર્ણ, સંયતસ્વરૂપ વગેરેનો વિચાર કરવામાં આવ્યો છે. ચતુર્થ અધ્યયનની ચૂર્ણિમાં જીવ, અજીવ, ચારિત્રધર્મ, યતના, ઉપદેશ, ધર્મફલ વગેરેનાં સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પાંચમા અધ્યયનની ચૂર્ણિમાં સાધુના ઉત્તરગુણોનો વિચાર કરવામાં આવ્યો છે, જેમાં પિંડસ્વરૂપ, ભક્તપાનૈષણા ગમનવિધિ, ગોચરવિધિ, પાનકવિધિ, પરિષ્ઠાપનવિધિ, ભોજનવિધિ, આલોચનવિવિધ વગેરે વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. વચ્ચે વચ્ચે ક્યાંકક્યાંક માંસાહાર, મદ્યપાન વગેરેની ચર્ચા પણ કરવામાં આવી છે. છઠ્ઠા અધ્યયનમાં ધર્મ, અર્થ, કામ, વ્રતષટ્ક, કાયષટ્ક વગેરેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ અધ્યયનની ચૂર્ણિમાં આચાર્યે પોતાના સંસ્કૃત વ્યાકરણના પાંડિત્યનો પણ સારો પરિચય આપ્યો છે. સાતમા અધ્યયનની ચૂર્ણિમાં ભાષાસંબંધી વિવેચન છે. આમાં ભાષાની શુદ્ધિ, અશુદ્ધિ, સત્ય, મૃષા, સત્યમૃષા, અસત્યમૃષા વગેરેનો વિચાર ૧. શ્રી ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા, રતલામ, સન્ ૧૯૩૩. ૨. દશવૈકાલિકચૂર્ણિ, પૃ. ૭૧. Jain Education International ૩. એજન, પૃ. ૧૮૪, ૧૮૭, ૨૦૨, ૨૦૩. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy