________________
દ્વિતીય પ્રકરણ
નન્દીચૂર્ણિ આ ચૂર્ણિ, મૂલસૂત્રાનુસારી છે તથા મુખ્યત્વે પ્રાકૃતમાં લખવામાં આવી છે. આમાં અહીં-તહીં સંસ્કૃતનો પ્રયોગ જરૂર છે પરંતુ તે નહીં બરાબર છે. આની વ્યાખ્યાનશૈલી સંક્ષિપ્ત તથા સારગ્રાહી છે. આમાં સર્વપ્રથમ જિન અને વીરસ્તુતિની વ્યાખ્યા કરવામાં આવી છે, તદનન્તર સંઘતુતિની. મૂલ ગાથાઓનું અનુસરણ કરતાં આચાર્ય તીર્થકરો, ગણધરો અને સ્થવિરોની નામાવલી પણ આપી છે. ત્યાર પછી ત્રણ પ્રકારની પર્ષદ્ તરફ સંકેત કરતાં જ્ઞાનચર્ચા શરૂ કરી છે. જેનાગમોમાં પ્રસિદ્ધ આભિનિબોધિક (મતિ), શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવલ – આ પાંચ પ્રકારના જ્ઞાનોનું સ્વરૂપ-વર્ણન કરીને આચાર્ય પ્રત્યક્ષ-પરોક્ષની સ્વરૂપ-ચર્ચા કરી છે. કેવલજ્ઞાનની ચર્ચા કરતાં ચૂર્ણિકારે પંદર પ્રકારના સિદ્ધોનું પણ વર્ણન કર્યું છે : ૧. તીર્થસિદ્ધ, ૨. અતીર્થસિદ્ધ, ૩. તીર્થંકરસિદ્ધ, ૪. અતીર્થંકરસિદ્ધ, પ. સ્વયંબુદ્ધસિદ્ધ, ૬. પ્રત્યેકબુદ્ધસિદ્ધ, ૭. બુદ્ધબોધિતસિદ્ધ, ૮. સ્ત્રીલિંગસિદ્ધ, ૯. પુરુષલિંગસિદ્ધ, ૧૦. નપુંસકલિંગસિદ્ધ, ૧૧. સ્વલિંગસિદ્ધ, ૧૨. અન્યલિંગસિદ્ધ, ૧૩. ગૃહિલિંગસિદ્ધ, ૧૪. એકસિદ્ધ, ૧૫. અનેકસિદ્ધ. આ અનન્તરસિદ્ધકેવલજ્ઞાનના ભેદો છે. આ જ રીતે કેવલજ્ઞાનના પરંપરસિદ્ધકેવલજ્ઞાન વગેરે અનેક ભેદો ભેદ છે. આ બધાનો મૂલસૂત્રકારે પોતે જ નિર્દેશ કર્યો છે. : કેવલજ્ઞાન અને કેવલદર્શનના સંબંધની ચર્ચા કરતાં આચાર્ય ત્રણ મત ઉદ્ધત કર્યા છે : ૧. કેવલજ્ઞાન અને કેવલદર્શનનું યોગપદ્ય, ૨. કેવલજ્ઞાન અને કેવલદર્શનનું ક્રમિકત્વ, ૩. કેવલજ્ઞાન અને કેવલદર્શનનો અભેદ. એતદ્વિષયક ગાથાઓ આ પ્રમાણે છે :
केई भणंति जुगवं जाणइ पासइ य केवली णियमा । अण्णे एगंतरियं इच्छंति सुतोवदेसेणं ॥ १ ॥ अण्णे ण चेव वीसं दंसणमिच्छंति जिणवरिंदस्स । जं चिय केवलणाणं तं चिय से दंसणं बेंति ॥ २ ॥
૧. શ્રીવિશેષાવના અમુકિતથા શ્રીનીસૂત્રણ ન્યૂબિક મિટ્ટીયા વૃત્તિશશ્રી ઋષભદેવજી
કેશરીમલજી શ્વેતામ્બર સંસ્થા, રતલામ, સન્ ૧૯૨૮. નંતિસૂત્રમ્ ન્યૂસિરિતમ્ – પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી, વારાણસી, સન્ ૧૯૬૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org