________________
વ્યવહારભાષ્ય
૨૪૭
માટે ક્રમશઃ જમાલિ, ગોવિન્દ્ર, શ્રાવકભિક્ષુ અને ગોઠામાહિલનાં દૃષ્ટાન્ત; વસતિવિષયક વિવિધ યતનાઓ; ઘરની અંદર તથા બહાર અભિનિવિંગડા, તેના વિવિધ ભેદ, તદ્વિષયક વિવિધ દોષ, યતનાઓ તથા પ્રાયશ્ચિત્ત.૧ સપ્તમ ઉદ્દેશ :
સપ્તમ ઉદેશના ભાષ્યમાં નિમ્ન વિષયોનું વિવેચન કરવામાં આવ્યું છે :– જે સાધુ-સાધ્વી સાંભોગિક છે અર્થાત્ એક જ આચાર્યના સંરક્ષણમાં છે તેમણે (સાધ્વીઓએ) પોતાના આચાર્યને પૂછ્યા વિના અન્ય સમુદાયમાંથી આવનારી અતિચાર વગેરે દોષોથી યુક્ત સાધ્વીને પોતાના સંધમાં ન લેવી જોઈએ. જે સાધ્વીને આચાર્ય પ્રાયશ્ચિત્ત વગેરેથી શુદ્ધ કરી દે તેને પોતાના સંઘમાં ન લેનારી સાધ્વીઓએ આચાર્યને યથોચિત દંડ આપવો જોઈએ.
જે સાધુ-સાધ્વીઓ એક ગુરુની આજ્ઞામાં હોય તે (સાધુ) અન્ય સમુદાયના સાધુઓ સાથે ગોચરીનો વ્યવહાર કરી શકે છે. જો અન્ય સંઘના સાધુઓ આચારવિરુદ્ધ વ્યવહાર કરતા હોય તો તેમની સાથે પીઠ પાછળ વ્યવહાર બંધ ન કરી દેવો જોઈએ પણ તેમને પોતાની ત્રુટિઓનું પ્રત્યક્ષ ભાન કરાવવું જોઈએ. તેઓ પશ્ચાત્તાપ કરી પોતાની ત્રુટિ સુધારી લે તો તેમની સાથે વ્યવહાર-ભંગ ન કરવો જોઈએ. જો એવું કરતાં પણ તેઓ પોતાની ભૂલ ન સુધારે તો તેમની સાથે વ્યવહાર બંધ કરી દેવો જોઈએ. સાધ્વીઓ માટે બીજા પ્રકારનો નિયમ છે. તેમણે પ્રત્યક્ષ દોષ જોઈને પણ ગોચીનો વ્યવહાર ન તોડવો જોઈએ પરંતુ પોતાના આચાર્યની આજ્ઞા લઈને અશુદ્ધ આચારવાળી સાધ્વીના ગુરુને તેની સૂચના આપવી જોઈએ. તેવું કરવાથી પણ જો તે પોતાનો આચાર ન સુધારે તો તેને સૂચના આપી દેવી જોઈએ કે તારી સાથે અમારો વ્યવહાર બંધ છે.
કોઈ પણ સાધુએ પોતાની વૈયાવૃત્ય માટે સ્ત્રીને દીક્ષા આપવી અકલ્પ્ય છે. તેને દીક્ષા આપીને અન્ય સાધ્વીને સોંપી દેવી જોઈએ. સાધ્વી કોઈ પણ પુરુષને દીક્ષા નથી આપી શકતી. તેણે તો કોઈ યોગ્ય સાધુ પાસે જ દીક્ષા ગ્રહણ કરવી પડે છે.
સાધ્વીએ એક સંધમાં દીક્ષા લઈને બીજા સંઘની શિષ્યા બનવું હોય તો તેને દીક્ષા ન આપવી જોઈએ. તેણે જ્યાં રહેવું હોય ત્યાં જ જઈને દીક્ષા ગ્રહણ ક૨વી જોઈએ. સાધુ માટે એવો નિયમ નથી. તે કારણવશાત્ એક સંધમાં દીક્ષા લઈને બીજા સંઘના ગુરુને પોતાનો ગુરુ બનાવી શકે છે.
ત્રણ વર્ષના પર્યાયવાળો સાધુ સુયોગ્ય હોય તો ત્રીસ વર્ષના પર્યાયવાળી સાધ્વીનો ઉપાધ્યાય થઈ શકે છે. આ જ રીતે પાંચ વર્ષના પર્યાયવાળો સાધુ સાઠ વર્ષના પર્યાયવાળી સાધ્વીનો આચાર્ય બની શકે છે.
૧. ષ વિભાગ : ગા. ૧-૩૮૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org