________________
૨૧૮
આગમિક વ્યાખ્યાઓ કરનાર આચાર્યની અયોગ્યતાનું દિગ્દર્શન કરાવ્યું છે. આ પ્રસંગે સાપના માથા અને પૂંછડીનો સંવાદ, ખસદ્ધમશ્રૃંગાલનું આખ્યાન, વાંદરા અને ચકલીનો સંવાદ, વૈદ્યપુત્રનું કથાનક વગેરે ઉદાહરણો પણ પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. “આર્ય' પદનો ૧. નામ, ૨. સ્થાપના, ૩. દ્રવ્ય, ૪. ક્ષેત્ર, ૫. જાતિ, ૬. કુલ, ૭. કર્મ, ૮. ભાષા, ૯. શિલ્પ, ૧૦. જ્ઞાન, ૧૧. દર્શન અને ૧૨. ચારિત્રરૂપ બાર પ્રકારના નિક્ષેપોથી વિચાર કરવામાં આવ્યો છે. આર્યજાતિઓ છ છે : અંબઇ, કલિંદ, વૈદેહ, વિદક, હારિત અને તંતુણ. આર્યકુલ પણ છ છે : ઉગ્ર, ભોગ, રાજન્ય, ક્ષત્રિય, જ્ઞાત – કૌરવ અને ઈવાકુ. આર્યક્ષેત્રની બહાર વિચરવાથી લાગતા દોષોનું નિરૂપણ કરતાં સ્કન્દકાચાર્યનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. જ્ઞાન-દર્શન-ચારિત્રની રક્ષા અને વૃદ્ધિને દૃષ્ટિમાં રાખતાં આર્યક્ષેત્રની બહાર વિચરવાનાં વિધાનની દષ્ટિએ સંપ્રતિરાજનું ઉદાહરણ પણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. અહીં સુધી પ્રથમ ઉદેશનો અધિકાર છે. દ્વિતીય ઉદ્દેશ :
દ્વિતીય ઉદેશની વ્યાખ્યામાં નિમ્નલિખિત સાત પ્રકારના સૂત્રોનો અધિકાર છે : ૧. ઉપાશ્રયપ્રકૃત, ૨. સાગારિકપારિવારિકપ્રકૃત, ૩. આહૃતિકાનિહૃતિક પ્રકૃત, ૪. અંશિકાપ્રકૃત, ૫. પૂજ્યભક્તોપકરણપ્રકૃત, ૬. ઉપધિપ્રકૃત, ૭. રજોહરણપ્રકૃત.
ઉપાશ્રયપ્રકૃતસૂત્રોનાં વિવેચનમાં ઉપાશ્રયના વ્યાઘાતોનું વિસ્તૃત વર્ણન છે. જેમાં શાલિ, વ્રીહિ વગેરે સચેતન ધાન્યકણ વીખરાયેલાં હોય તે ઉપાશ્રયમાં શ્રમણશ્રમણીઓ માટે થોડા સમય માટે પણ રહેવું વર્જિત છે. બીજાકીર્ણ વગેરે ઉપાશ્રયોમાં રહેવાથી લાગતા દોષો અને પ્રાયશ્ચિત્તોનો નિર્દેશ કરતાં ભાષ્યકારે તદ્વિષયક અપવાદો અને યતનાઓ તરફ પણ સંકેત કર્યો છે. પ્રસંગવશાત્ ઉત્સર્ગસૂત્ર, આપવાદિકસૂત્ર, ઉત્સર્ગોપવાટિકસૂર, અપવાદૌસર્ગિકસૂરા, ઉત્સર્ગો ત્સર્ગિકસૂત્રો, અપવાદાપવાદિકસૂત્ર, દેશસૂત્ર, નિરવશેષસૂત્ર, ઉત્ક્રમસૂત્ર અને ક્રમસૂત્રનું સ્વરૂપ બતાવ્યું છે. આગળ એમ પણ બતાવ્યું છે કે સુરાવિકટકુંભ, શીતોદકવિકટકુંભ,
જ્યોતિ, દીપક, પિંડ, દુગ્ધ, દધિ, નવનીત, આગમન, વિકટ, વંશી, વૃક્ષ, અભ્રાવકાશ વગેરે પદાર્થોથી યુક્ત સ્થાનોમાં રહેવું સાધુ-સાધ્વીઓ માટે નિષિદ્ધ
સાગારિકપારિવારિકપ્રકૃતસૂત્રોનું વ્યાખ્યાન કરતાં આચાર્ય વસતિના એક અથવા અનેક સાગરિકોના આહાર વગેરેના ત્યાગની વિધિ બતાવી છે. આનો નવ દ્વારોથી
૧. ગા. ૩૨૪૦-૩૨૮૯,
૨. ગા. ૩૨૯૦-૩૫૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org