________________
બૃહત્કલ્પ-લઘુભાષ્ય
૨૦૫
બહારથી વૈદ્ય બોલાવવાની તથા તેનાં ખાનપાનની વ્યવસ્થા કરવાની વિધિ, રોગી સાધુ અને વૈદ્યની સેવા કરવાનાં કારણો, રોગો તથા તેની સેવા કરનારને અપવાદસેવન માટે પ્રાયશ્ચિત્ત, ગ્લાન સાધુનાં સ્થાનાન્તરનાં કારણો તથા એક-બીજા સમુદાયના ગ્લાન સાધુની સેવા માટે પરિવર્તન, ગ્લાન સાધુની ઉપેક્ષા કરનાર સાધુઓને સેવા કરવાની શિક્ષા ન આપનાર આચાર્ય માટે પ્રાયશ્ચિત્ત, નિર્દયતાથી રુગ્ણ સાધુને ઉપાશ્રય, ગલી વગેરે સ્થાનોમાં છોડીને ચાલ્યા જનારા આચાર્યને લાગતા દોષો અને તેમનું પ્રાયશ્ચિત્ત, એક ગચ્છ રુગ્ણ સાધુની સેવા કેટલા સમય સુધી કરે અને પછી તે સાધુને કોને સોંપે, કયા વિશેષ કારણોથી કયા પ્રકારના વિવેક સાથે કયા પ્રકારના ગ્લાન સાધુને છોડી શકાય તથા તેનાથી થનાર લાભ વગેરે.
૧૦. ગચ્છપ્રતિબદ્ધયથાલંદિકદ્વાર દસમા દ્વારમાં વાચના વગેરેના કારણે ગચ્છ સાથે સંબંધ રાખનારા યથાલંદિકકલ્પધારીઓના વંદનાદિ વ્યવહાર તથા માસકલ્પની મર્યાદાનું વર્ણન ક૨વામાં આવ્યું છે.
૧૧. ઉપરિદોષદ્વાર આમાં વર્ષાઋતુ સિવાયના સમયમાં એક ક્ષેત્રમાં એક માસથી અધિક રહેવાથી લાગનાર દોષોનું વર્ણન કરવામાં આવ્યું છે.
૧૨. અપવાદદ્વાર આ અંતિમ દ્વાર છે. આમાં એક ક્ષેત્રમાં એક માસથી વધારે રહેવાનાં આપવાદિક કારણો તથા તે ક્ષેત્રમાં રહેવા તથા ભિક્ષાચર્યા કરવાની વિધિ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
-
માસકલ્પવિષયક દ્વિતીય સૂત્રનું વ્યાખ્યાન કરતાં આચાર્યે તે વાતનું પ્રતિપાદન કર્યું છે કે જો ગ્રામ, નગર વગેરે દુર્ગની અંદર અને બહાર એ બે વિભાગોમાં વસેલાં હોય તો અંદર તથા બહાર મળીને એક ક્ષેત્રમાં બે માસ સુધી રહી શકાય છે. તે સાથે જ ગ્રામ, નગરાદિની બહાર બીજો માસકલ્પ કરતી વખતે તૃણ, ફલક વગેરે લઈ જવાની વિધિની ચર્ચા કરવામાં આવી છે તથા અવિધિથી લઈ જવાથી લાગનાર દોષો અને પ્રાયશ્ચિત્તોનું વર્ણન કરવામાં આવ્યું છે.
નિર્પ્રન્થીઓ – સાધ્વીઓ :
માસલ્પવિષયક તૃતીય સૂત્રની વ્યાખ્યા કરતાં ભાષ્યકારે નિર્ગન્ધીવિષયક વિશેષ વિધિ-નિષેધની ચર્ચા કરી છે. આ ચર્ચામાં નિમ્ન વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે : નિર્પ્રન્થીના માસ‚ની મર્યાદા, વિહારનું વર્ણન, નિગ્રન્થીઓના સમુદાયનો ગણધર તથા તેના ગુણ, ગણધર દ્વારા ક્ષેત્રની પ્રતિલેખના, સ્વયં
૧. ગા. ૨૦૩૪-૨૦૪૬.
૨. ગા. ૨૦૪૭-૨૧૦૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org