________________
બૃહત્કલ્પ-લઘુભાષ્ય
૨૦૩ ૨. સ્વગૃહયતિમિશ્ર, ૩. સ્વગૃહપાષચ્છમિશ્ર, ૪, યાવદર્થિકમિશ્ર, ૫. ક્રીતકત, ૬. પૂતિકર્મિક, ૭. આત્માર્થકત; આના અવાંતર ભેદ-પ્રભેદો અને એતદ્વિષયક વિશોધિઅવિશોધિ કોટિઓ.
૭. અનુયાનકાર – તીર્થકર વગેરેના સમયમાં જ્યારે સેંકડો ગચ્છો ઍક સાથે રહેતા હોય ત્યારે આધાર્મિકાદિ પિંડથી બચવું કેવી રીતે સંભવે – આ પ્રકારની શિષ્યની શંકા અને તેનું સમાધાન તથા પ્રશંગવશાત અનુયાન અર્થાત્ રથયાત્રાનું વર્ણન, રથયાત્રા જોવા જતી વખતે માર્ગમાં લાગનાર દોષ, ત્યાં પહોંચી જતાં લાગનાર દોષ, સાધર્મિક ચૈત્ય, મંગલચૈત્ય, શાશ્વત ચૈત્ય અને ભક્તિચૈત્ય, રથયાત્રાના મેળામાં જનાર સાધુને લાગનાર આધાર્મિક દોષ, ઉદ્ગમ દોષ, નવદીક્ષિતનું ભ્રષ્ટ થવું, સ્ત્રી, નાટક વગેરે જોવાથી લાગતા દોષ, સ્ત્રી વગેરેના સ્પર્શથી લાગતા દોષ, મંદિર વગેરે સ્થાનોમાં લાગેલાં જાળાં, માળા, છત વગેરે પાડવા માટે કહેવા-ન કહેવાથી લાગનાર દોષ, પાર્શ્વસ્થ વગેરેના કુલ્લક શિષ્યોને અલંકારવિભૂતિ જોઈને ક્ષુલ્લક શ્રમણ પતિત થઈ જાય અથવા પાર્શ્વસ્થ સાધુઓના પારસ્પરિક ઝઘડાઓ ઉકેલવાનું કાર્ય કરવું પડે તેનાથી લાગતા દોષ, રથયાત્રાના મેળામાં સાધુઓએ જવાનાં વિશેષ કારણ – ચૈત્યપૂજ, રાજા અને શ્રાવકનું વિશેષ નિમંત્રણ, વાદીનો પરાજય, તપ અને ધર્મનું માહાભ્ય-વર્ધન, ધર્મકથા અને વ્યાખ્યાન, શંકિત અથવા વિસ્મૃત સૂત્રાર્થનું સ્પષ્ટીકરણ, ગચ્છના આધારભૂત યોગ્ય શિષ્ય વગેરેની શોધ, તીર્થ-પ્રભાવના, આચાર્ય, ઉપાધ્યાય, રાજયોપદ્રવ વગેરે સંબંધી સમાચારની પ્રાપ્તિ, કુળ-ગણ-સંઘ વગેરેનું કાર્ય, ધર્મ-રક્ષા તથા એવા પ્રકારનાં અન્ય મહત્ત્વનાં કારણો – રથયાત્રાના મેળામાં રાખવા યોગ્ય યતનાઓ, ચૈત્યપૂજા, રાજા વગેરેની પ્રાર્થના વગેરે કારણોથી રથયાત્રાના મેળામાં જનાર સાધુઓએ ઉપાશ્રય વગેરેની પ્રતિલેખના કઈ રીતે કરવી જોઈએ, ભિક્ષાચર્યા કઈ રીતે કરવી જોઈએ, સ્ત્રી, નાટક વગેરેનાં દર્શનનો પ્રસંગે ઉપસ્થિત થતાં કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ, મંદિરમાં જાળાં, માળા વગેરે હોવાથી કઈ રીતે યતના રાખવી જોઈએ, ક્ષુલ્લક શિષ્ય ભ્રષ્ટ ન થવા પામે તથા પાર્શ્વસ્થ સાધુઓના વિવાદ કેવી રીતે ઉકેલવા વગેરે.
૮. પુરઃકર્મલાર–પુરઃકર્મનો અર્થ છે ભિક્ષાદાન પૂર્વે શીતળ જળથી દાતા દ્વારા સ્વહસ્ત વગેરેનું પ્રક્ષાલન. આ દ્વારની ચર્ચા કરતી વખતે નિમ્ન દૃષ્ટિઓથી વિચાર કરવામાં આવ્યો છે : પુરઃકર્મ શું છે, પુર:કર્મ દોષ કોને લાગે છે, ક્યારે લાગે છે, પુરઃકર્મ શા માટે કરવામાં આવે છે, પુરકર્મ અને ઉદકાદોષમાં અંતર (ઉદકાઢું અને પુર:કર્મમાં અપકાયનો સમારંભ સરખો હોવા છતાં પણ ઉદકાઢું સુકાઈ જાય ત્યારે ભિક્ષા વગેરેનું ગ્રહણ કરાય છે, જ્યારે પુરકર્મ સૂકાઈ જાય તો પણ ગ્રહણનો નિષેધ
Jain Education International
• For Private & Personal Use Only
www.jainelibrary.org