SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ આગમિક વ્યાખ્યાઓ અર્થ છે, કાલના સ્વરૂપને દૃષ્ટિમાં રાખતાં તપોદાનનું કઈ રીતે વર્ણન કરી શકાય છે, ભાવનાં સ્વરૂપની દૃષ્ટિએ તપોદાનનું રૂપ શું હોઈ શકે છે – આ મહત્ત્વપૂર્ણ પ્રશ્નોનું સમાધાન ભાષ્યકારે બહુ સંક્ષિપ્ત તથા સરળ ઢંગથી કર્યું છે. આ જ રીતે પુરુષની દૃષ્ટિથી પણ તપોદાનનો વિચાર કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ગીતાર્થ, અગીતાર્થ, સહનશીલ, અસહનશીલ, શઠ, અશઠ, પરિણામી, અપરિણામી, અતિપરિણામી, ધૃતિસંહનનોપેત, હીન, આત્મતર, પરતર, ઉભયતર, નોભયતર, અન્યતર વગેરે અનેક પ્રકારના પુરુષોનું સ્વરૂપ-વર્ણન કરવામાં આવ્યું છે. કલ્પતિ અને અકલ્પસ્થિત પુરુષોનું વર્ણન કરતાં આચાર્યે ‘સ્થિતિ' શબ્દના નિમ્ન પર્યાયો આપ્યા છે : પ્રતિષ્ઠા, સ્થાપના, સ્થપિતિ, સંસ્થિતિ, સ્થિતિ, અવસ્થાન, અવસ્થા. કલ્પસ્થિતિ છ પ્રકારની છે: સામાયિક, છેદ, નિર્વિશમાન, નિર્વિષ્ઠ, જિનકલ્પ અને વિરકલ્પ. કલ્પ દસ પ્રકારનું છે: ૧. આચેલક્ય, ૨. ઔદેશિક, ૩. શય્યાતર, ૪. રાજપિંડ, ૫. કૃતિકર્મ, ૬. વ્રત, ૭. જયેષ્ઠ, ૮. પ્રતિક્રમણ, ૯. માસ, ૧૦. પર્યુષણા. ભાષ્યકારે આ કલ્પોનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. તેની સાથે જ પરિહારકલ્પ, જિનકલ્પ, સ્થવિરકલ્પ વગેરેના સ્વરૂપનું પણ વર્ણન કર્યું છે. તેની પછી પરિણત, અપરિણત, કૃતયોગી, અમૃતયોગી, તરમાણ, અતરમાણ વગેરે ” પુરુષોનું સ્વરૂપ બતાવતાં કલ્પસ્થિત વગેરે પુરુષોની દૃષ્ટિથી તપોદાનનો વિભાગ કરવામાં આવ્યો છે. આગળ મૂળ સૂત્રના પદોનું વ્યાખ્યાન કરતાં આચાર્યે જીતયન્સની વિધિ બતાવી છે તથા પ્રતિસેવનાનું સ્વરૂપ દર્શાવતાં એ દૃષ્ટિએ તપોદાનનો વિભાગ કરીને તપ:પ્રાયશ્ચિત્તનું સુવિસ્તૃત વિવેચન સમાપ્ત કર્યું છે." છેદ અને મૂલ : છેદપ્રાયશ્ચિત્તનાં અપરાધ-સ્થાનોનાં વર્ણનના પ્રસંગે ઉત્કૃષ્ટ તપોભૂમિ તરફ પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. આદિ જિનની ઉત્કૃષ્ટ તપોભૂમિ એક વર્ષની હોય છે, મધ્યમ જિનોની ઉત્કૃષ્ટ તપોભૂમિ આઠ માસની હોય છે તથા અંતિમ જિનની તપોભૂમિનો સમય છ માસ છે. ત્યાર પછી મૂલપ્રાયશ્ચિત્તના અપરાધસ્થાનો તરફ સંકેત કરવામાં આવ્યો છે. અનવસ્થાપ્ય : અનવસ્થાપ્ય-પ્રાયશ્ચિત્તના અપરાધ-સ્થાનોનું દિગ્દર્શન કરાવતાં આચાર્યે હસ્તતાલ, હસ્તાલંબ, હસ્તાદાન વગેરેનું સ્વરૂપ દર્શાવ્યું છે તથા અવસત્રાચાર્યનું ૧. ગા. ૧૭૯૫-૧૯૩૭. ૪. ગા. ૧૯૬૭. ૭. ગા. ૨૨૮૫-૬, ૨. ગા. ૧૯૩૮-૧૯૬૪. ૫. ગા. ૧૯૬૮-૨૧૯૫. ૮, ગા. ૨૨૮૮-૨૩00. ૩. ગા. ૧૯૬૬. ૬. ગા. ૨૧૯૬-૨૨૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy