________________
૧૮ ૨
આગમિક વ્યાખ્યાઓ ન તો બધા દ્રવ્ય જ હોય છે અને ન બધા પર્યાય જ. ભાષ્યકારે આનું વિશેષ સ્પષ્ટીકરણ કર્યું છે. ૧ કર્થ દ્વાર :
સામાયિક કેવી રીતે પ્રાપ્ત થાય છે? આ દ્વારની ચર્ચા ભાષ્યકારે અહીં નથી કરી. ટીકાકાર મલધારી હેમચન્દ્ર આ તરફ સંકેત કરતાં લખ્યું છે કે સામાયિક મહાકષ્ટલભ્ય છે. તેના લાભક્રમ માટે “પુસ' થી લઈ “મમુટ્ટાણે વિપુ' પર્વત ગાથાઓ જોવી જોઈએ. ક્યાંય મુશ્કેલી જણાય તો મૂલાવશ્યકટીકાની સહાય લેવી જોઈએ. કિયશ્ચિર દ્વાર : - ઓગણીસમું દ્વાર કિયચ્ચિર છે. આમાં તે પ્રશ્નનો વિચાર કરવામાં આવ્યો છે કે સામાયિક કેટલા સમય સુધી રહે છે. સમ્યક્ત અને શ્રુતની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમ (પૂર્વકોટિપૃથક્ત અધિક) છે જ્યારે દેશવિરતિ અને સર્વવિરતિની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વકોટિ દેશોન છે. સમ્યક્ત, શ્રુત અને દેશવિરતિની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે જ્યારે સર્વવિરતિ સામાયિકની જઘન્ય સ્થિતિ એક સમય છે. આ બધો લબ્ધિનો સ્થિતિકાળ છે. ઉપયોગની દૃષ્ટિથી તો બધાની સ્થિતિ અન્તર્મુહૂર્ત છે. કતિ દ્વાર :.
સમ્યક્તાદિ સામાયિકોના વિવક્ષિત સમયમાં કેટલા પ્રતિપત્તા, પ્રતિપન્ન અથવા પ્રતિપતિત હોય છે ? સમ્યક્તી અને દેશવિરત પ્રાણી (ક્ષેત્ર) પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ બરાબર હોય છે. શ્રુતપ્રતિપત્તા શ્રેણીના અસંખ્યાતમાં ભાગ બરાબર હોય છે. સર્વવિરતિપ્રતિપત્તા સહસ્રાઝશઃ હોય છે. આ બધી પ્રતિપત્તાઓની ઉત્કૃષ્ટ સંખ્યા છે. પૂર્વમતિપત્રોનું પ્રતિપાદન કરતાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન સમયમાં સમ્યક્ત અને દેશવિરતિપ્રતિપત્ર અસંખે છે, સર્વવિરતિપ્રતિપન્ન સંધ્યેય છે. આ ત્રણે પ્રાપ્ત કરી જે પ્રતિપતિત થઈ ચૂક્યા છે તે અનંતગુણ છે. સંપ્રતિ શ્રુતપ્રતિપન્ન પ્રતરના અસંખ્યાતમા ભાગ બરાબર છે. બાકી સંસારસ્થ જીવો (ભાષાલબ્ધિરહિત પૃથ્વી વગેરે) ભાષાલબ્ધિ પ્રાપ્ત કરી પ્રતિપતિત થવાને કારણે સામાન્યઋતથી પ્રતિપતિત માનવામાં આવ્યા છે.' સાન્તર દ્વાર :
જીવને કોઈ એક સમય સમ્યક્વાદિ સામાયિક પ્રાપ્ત થવાથી ફરી તેનો પરિત્યાગ થઈ જતાં જેટલા સમય પછી તેને ફરી તેની પ્રાપ્તિ થાય છે તેને અંતરકાલ કહે છે. ૧. ગા. ૨૭૫૧-૨૭૬૦. ૨. પૃ. ૧૦૯૭. ૩. ગા. ૨૭૬૧-૩. ૪. ગા. ૨૭૬૪-૨૭૭૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org