________________
૧૮O
આગમિક વ્યાખ્યાઓ માયા લાગી ગઈ છે. તેને દૂર કરવાનો કોઈ ઉપાય કરવો જોઈએ' એમ વિચારીને તે બહાર ગયો ત્યારે તેમણે વગર કંઈ પૂછ્ય-ર્યો તે રત્નકંબલ ફાડીને તેના નાના-નાના ટુકડા કરીને સાધુઓના પાદપ્રોચ્છનક બનાવી કાઢ્યા. આ જાણીને શિવભૂતિ મનમાં ને મનમાં બળવા લાગ્યો. તેનો કષાય દિન-પ્રતિદિન વધવા લાગ્યો. એક વખત આચાર્ય જિનકલ્પીઓનું વર્ણન કરી રહ્યા હતા : “કેટલાક જિનકલ્પીઓને રજોહરણ અને મુખવસ્ત્રિકા – આ બે જ ઉપધિઓ હોય છે, વગેરે.' આ સાંભળીને શિવભૂતિએ કહ્યું – “જો એમ જ છે તો આપણે આટલો બધો પરિગ્રહ કેમ કરીને રાખીએ છીએ? તે જ જિનકલ્પનું પાલન કેમ નથી કરતા?” આચાર્યે તેને સમજાવ્યો કે આ કાળમાં ઉપયુક્ત સંહનન વગેરેનો અભાવ હોવાથી તેનું પાલન શક્ય નથી. શિવભૂતિએ કહ્યું – “મારા હોવા છતાં આ અશક્ય કેવી રીતે હોઈ શકે? હું હમણાં જ આનું આચરણ કરી બતાવું છું.” એમ કહીને તે અભિનિવેશવશ પોતાના વસ્ત્રોને ત્યાં જ ફેંકીને ચાલ્યો ગયો. પછીથી તેણે કૌડિન્ય અને કોટ્ટવર નામના બે શિષ્યોને દીક્ષા આપી. આ રીતે આ પરંપરા આગળ વધતી ગઈ, જે બોટિક મત નામે પ્રસિદ્ધ થઈ. બોટિકોના મતાનુસાર વસ્ત્ર કષાયનું કારણ હોવાથી પરિગ્રહરૂપ છે આથી ત્યાજ્ય છે. ભાષ્યકાર આર્યકૃષ્ણના શબ્દોમાં આ મતનું ખંડન કરતાં કહે છે કે જે જે કષાયના હેતુ છે તે તે જો પરિગ્રહ ગણીએ અને તેમને ત્યાગી દેવા જોઈએ તો સ્વકીય શરીરને પણ ત્યાગી દેવું પડશે કેમકે તે પણ કષાયોત્પત્તિનો હેતુ છે આથી પરિગ્રહ છે.'
અગિયારમા દ્વાર સમવતારની વ્યાખ્યા કરતી વખતે ગોષ્ઠામાહિલનો પ્રસંગ આવ્યો અને તે જ પ્રસંગથી નિહ્નવવાદની ચર્ચા શરૂ થઈ. આ ચર્ચાની સમાપ્તિની સાથે સમવતાર દ્વારની વ્યાખ્યા પણ સમાપ્ત થાય છે. અનુમત દ્વાર :
બારમા દ્વારનું નામ અનુમત છે. વ્યવહાર-નિશ્ચય નયની દષ્ટિએ કઈ સામાયિક મોક્ષમાર્ગનું કારણ છે, તેનો વિચાર કરવો અનુમત કહેવાય છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયની અપેક્ષાથી સમ્યક્ત, શ્રુત અને ચારિત્રરૂપ ત્રણ પ્રકારની સામાયિક મોક્ષમાર્ગરૂપ માનવામાં આવી છે. શબ્દ તથા ઋસૂત્ર નયની અપેક્ષાએ માત્ર ચારિત્રસામાયિક જ મોક્ષમાર્ગ છે. કિં દ્વાર : | સામાયિક શું છે? સામાયિક જીવ છે અથવા અજીવ? જીવ અને અજીવમાં પણ તે દ્રવ્ય છે અથવા ગુણ? અથવા તે જીવાજીવ ઉભયાત્મક છે? અથવા જીવ અને અજીવ બંનેથી ભિન્ન કોઈ અર્થાન્તર છે? આત્મા અર્થાત્ જીવ જ સામાયિક છે, ૧. ગા. ૨૫૫૦-૨૬૦૯.
૨. ગા. ૨૬૧૧-૨૬૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org