________________
વિશેષાવશ્યકભાષ્ય
૧૭૫ પ્રતિપાદન શરૂ કરી દીધું. આ સિદ્ધાન્ત અનુસાર કોઈ પણ ક્રિયા એક સમયમાં ન થતાં વધુ સમયમાં થાય છે. ભાષ્યકારે અનેક હેતુ આપીને આ સિદ્ધાન્ત સ્પષ્ટ કર્યો છે, આમાં પ્રિયદર્શના (સુદર્શના–અનવદ્યા–જયેષ્ઠા)નો વૃત્તાન્ત પણ આપવામાં આવ્યો છે જેણે પહેલાં તો પતિના અનુરાગને કારણે જમાલિના સંઘમાં જવાનું સ્વીકારી લીધું હતું પરંતુ પછીથી ભગવાન મહાવીરના સિદ્ધાન્તનો વાસ્તવિક અર્થ સમજયા બાદ ફરી મહાવીરના સંઘમાં સામેલ થઈ ગઈ હતી.' દ્વિતીય નિદ્વવ : - દ્વિતીય નિહ્નવ તિષ્યગુપ્ત જીવપ્રાદેશિક મતનું પ્રરૂપણ કર્યું હતું. તિષ્યગુપ્ત વસુ નામના ચૌદપૂર્વધર આચાર્યનો શિષ્ય હતો. તે જે સમયે રાજગૃહ– ઋષભપુરમાં હતો તે સમયે આત્મપ્રવાદ નામના પૂર્વના આધારે તેણે એક નવો તર્ક ઉપસ્થિત કર્યો અને જીવપ્રાદેશિક મતની સ્થાપના કરી. કથાનક આ મુજબ છે : ગૌતમે ભગવાન મહાવીરને પૂછ્યું – “ભગવન્! શું જીવના એક પ્રદેશને જીવ કહી શકાય ?” મહાવીરે કહ્યું- “ના, એવું નથી થઈ શકતું. આ પ્રમાણે બે, ત્રણ, સંખ્યાત અથવા અસંખ્યાત પ્રદેશોનું તો શું, જીવના જે અસંખ્યાત પ્રદેશ છે તેમાંથી એક પ્રદેશ પણ ઓછો હોય તો તેને જીવ નથી કહી શકાતો. લોકાકાશના પ્રદેશો જેટલો સંપૂર્ણ પ્રદેશયુક્ત હોય ત્યારે જ તે જીવ કહેવાય છે.” આ સંવાદ સાંભળીને તિષ્યગુપ્ત પોતાના ગુરુ વસુને કહ્યું – “જો એવું જ છે તો જે પ્રદેશ વગર તે જીવ નથી કહેવાતો અને જે એક પ્રદેશથી તે જીવ કહેવાય છે તે ચરમ પ્રદેશને જ કેમ જીવ ન માનવો? તેની સિવાયના અન્ય પ્રદેશ તો તેના વિના અજીવ જ છે કેમકે તેનાથી જ તે બધા જીવત્વ પ્રાપ્ત કરે છે.” ગુરુએ તેને મહાવીરની જીવવિષયકઉપર્યુક્ત માન્યતાનું રહસ્ય સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ તેણે પોતાનો મત ન છોડ્યો તથા બીજાઓને પણ તે જ પ્રમાણે સમજાવવા લાગ્યો. પરિણામસ્વરૂપ તેને સંઘમાંથી કાઢી મૂકવામાં આવ્યો અને તે પોતાની જીવપ્રદેશી માન્યતાને કારણે જીવપ્રાદેશિક રૂપે પ્રસિદ્ધ થયો. એક વખત અમલકલ્પા નામની નગરીના મિત્રશ્રી નામના શ્રમણોપાસકે તિષ્યગુપ્તના પાત્રમાં અનેક પ્રકારના પદાર્થોનો થોડો-થોડો અંતિમ અંશ મૂક્યો અને કહેવા લાગ્યો– “મારું અહોભાગ્ય છે કે આજે મેં આપને આટલા બધા પદાર્થોનું દાન કર્યું.” આ સાંભળીને તિષ્યગુપ્ત ક્રોધિત થઈને બોલ્યો-“તેં આ મારું અપમાન કર્યું છે.” મિત્રશ્રીએ તરત ઉત્તર આપ્યો – “મેં તમારા જ મત
૧. ગા. ૨૩૦૬-૨૩૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org