________________
વિશેષાવશ્યકભાષ્ય
૧૫૩
ઉત્પન્ન થાય છે, તે જ રીતે પૃથ્વી વગેરે કોઈ પણ પૃથક્ ભૂતમાં ચૈતન્યક્તિ દેખાતી નથી છતાં પણ તેમના સમુદાયથી ચૈતન્યનો પ્રાદુર્ભાવ થાય છે. જે રીતે જુદા-જુદાદ્રવ્યોના સમુદાયથી મદશક્તિ ઉત્પન્ન થાય છે અને કેટલાક સમય સુધી સ્થિર રહીને કાલાંતરમાં વિનાશની સામગ્રી ઉપસ્થિત થતાં ફરીથી નષ્ટ થઈ જાય છે, તે જ રીતે ભૂતોના સમુદાયથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે અને કેટલાક સમય સુધી વિદ્યમાન રહીને કાલાંતરમાં વિનાશની સામગ્રી ઉપસ્થિત થતાં ફરી નષ્ટ થઈ જાય છે. આથી ચૈતન્ય ભૂતોનો ધર્મ છે અને ભૂતરૂપ શરીર તથા ચૈતન્યરૂપ આત્મા અભિન્ન છે.
-
ભગવાન મહાવીર આ સંશયનું નિરાકરણ કરતાં કહે છે – હે વાયુભૂતિ ! તારો આ સંશય યોગ્ય નથી કેમકે ચૈતન્ય માત્ર ભૂતોના સમુદાયથી ઉત્પન્ન નથી થઈ શકતું. તે સ્વતંત્રરૂપે સત્ છે કેમકે પ્રત્યેક ભૂતમાં તેની સત્તાનો અભાવ છે. જેનો પ્રત્યેક અવયવમાં અભાવ હોય તે સમુદાયથી પણ ઉત્પન્ન નથી થઈ શકતું. રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી આથી રેતીના સમુદાયમાંથી પણ તેલ નથી નીકળી શકતું. તલના સમુદાયમાંથી તેલ નીકળે છે કેમકે પ્રત્યેક તલમાં તેલની સત્તા છે. તારું એ કથન કે મઘના પ્રત્યેક દ્રવ્યમાં મદ અવિદ્યમાન છે, અયોગ્ય છે. વસ્તુતઃ મદ્યના પ્રત્યેક અંગમાં પણ મદની ન્યૂન અથવા અધિક માત્રા વિદ્યમાન છે જ, એટલા માટે તે સમુદાયથી ઉત્પન્ન થાય છે.
-
ભૂતોમાં પણ મદ્યાંગોની માફક પ્રત્યેકમાં ચૈતન્યની માત્રા વિદ્યમાન છે આથી તે સમુદાયથી પણ ઉત્પન્ન થઈ જાય છે, એવું માની લેવામાં આવે તો શું આપત્તિ છે ? આ વાત નથી માની શકાતી કેમકે જે રીતે મઘના પ્રત્યેક અંગ – ધાતકીપુષ્પ, ગોળ, દ્રાક્ષા, ઈક્ષુરસ વગેરેમાં મદશક્તિ જોવામાં આવે છે તે જ રીતે પ્રત્યેક ભૂતમાં ચૈતન્યશક્તિનું દર્શન નથી થતું. આથી એમ નથી કહી શકાતું કે માત્ર ભૂતસમુદાયથી જ ચૈતન્ય ઉત્પન્ન થાય છે.
ન
મઘના પ્રત્યેક અંગમાં પણ જો મદશક્તિ ન માનીએ તો શું દોષ છે ? જો ભૂતોમાં ચૈતન્યની માફક મદ્યના પણ પ્રત્યેક અંગમાં મદક્તિ ન હોય તો એવો નિયમ જ નથી બની શકતો કે મઘના ધાતકીપુષ્પ વગેરે તો કારણો છે અને અન્ય પદાર્થો નહિ. આવી સ્થિતિમાં રાખ, પત્થર વગેરે કોઈ પણ વસ્તુ મદનું કારણ બની જશે અને કોઈ પણ સમુદાયથી મઘ ઉત્પન્ન થઈ જશે. પરંતુ વ્યવહારમાં આમ નથી થતું. આથી મધના પ્રત્યેક અંગભૂત પદાર્થમાં મદશક્તિનું અસ્તિત્વ અવશ્ય માનવું જોઈએ.પ
૧. ગા. ૧૬૫૦-૧. 3. ગા. ૧૬૫૨.
Jain Education International
૨. આ સત્કાર્યવાદનો મૂળભૂત સિદ્ધાંત છે.
૪. ગા. ૧૬૫૩
૫. ગા. ૧૬૫૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org