________________
૧૪૪
આગમિક વ્યાખ્યાઓ
આવ્યો છે. આ ચર્ચામાં ભાગ લેનાર પંડિતો જે પછીથી ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય – ગણધરના નામથી પ્રસિદ્ધ થયા તેમનાં નામ આ મુજબ છે :
૧. ઈન્દ્રભૂતિ, ૨. અગ્નિભૂતિ, ૩. વાયુભૂતિ, ૪. વ્યક્ત, ૫. સુધર્મા, ૬. મંડિક, ૭. મૌર્યપુત્ર, ૮. અમિત, ૯. અચલભ્રાતા, ૧૦. મેતાર્ય, ૧૧. પ્રભાસ.
તેઓની સાથે જે વિષયોની ચર્ચા થઈ તે ક્રમશઃ આ મુજબ છે : ૧. આત્માનું અસ્તિત્વ, ૨. કર્મનું અસ્તિત્વ, ૩. આત્મા અને શરીરનો ભેદ, ૪. શૂન્યવાદનિરાસ, ૫. ઈહલોક અને પરલોકનું વૈચિત્ર્ય, ૬. બંધ અને મોક્ષ, ૭. દેવોનું અસ્તિત્વ, ૮. નરકોનું અસ્તિત્વ, ૯, પુણ્ય અને પાપ, ૧૦. પરલોકનું અસ્તિત્વ, ૧૧. નિર્વાણનું અસ્તિત્વ. . આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ
સર્વજ્ઞત્વની પ્રાપ્તિ બાદ ભગવાન મહાવીર એક વખત મહસેન વનમાં વિરાજિત હતા. જનસમૂહ શ્રદ્ધાવશ તેમના દર્શન માટે જઈ રહ્યો હતો. યજ્ઞવાટિકામાં સ્થિત બ્રાહ્મણ પંડિતોના મનમાં આ દશ્ય જોઈને જિજ્ઞાસા ઉત્પન્ન થઈ કે જેમના દર્શન માટે આટલો મોટો જનસમૂહ ઊભરાઈ રહ્યો છે એવા મહાપુરુષને અવશ્ય મળવું જોઈએ. આ બધાના મનમાં વેદવાક્યોને લઈને વિવિધ પ્રકારની શંકાઓ હતી. સર્વપ્રથમ ઈન્દ્રભૂતિ (ગૌતમ) ભગવાન મહાવીરની પાસે જવા તૈયાર થયા. જેવા તે પોતાની શિષ્ય-મંડળી સહિત ભગવાન પાસે પહોંચ્યા, ભગવાને તેમના મનમાં રહેલ સંદેહ તરફ સંકેત કરતાં કહ્યું – આત્માના અસ્તિત્વના વિષયમાં તારા મનમાં આ પ્રકારનો સંશય છે કે જો જીવ (આત્મા)નું અસ્તિત્વ છે તો તે ઘટાદિ પદાર્થોની જેમ પ્રત્યક્ષ
પં. શ્રી દલસુખ માલવણિયાકૃત ગણધરવાદમાં આચાર્ય જિનભદ્રકૃત ગણધરવાદનો સંવાદાત્મક ગુજરાતી અનુવાદ, ટિપ્પણ, વિસ્તૃત તુલનાત્મક પ્રસ્તાવના વગેરે છે. ગુજરાત વિદ્યાસભા, ભદ્ર, અમદાવાદ તરફથી સન્ ૧૯૫૨માં તેનું પ્રકાશન થયું છે.
શ્રી પૃથ્વીરાજ જૈન, એમ. એ., શાસ્ત્રીએ આનો હિંદીમાં પણ અનુવાદ કર્યો છે જે હજી સુધી અપ્રકાશિત છે. પ્રસ્તુત પરિચયમાં આ ગ્રંથનો ઉપયોગ કરવા માટે લેખક તથા અનુવાદક બંનેનો આભારી છું.
ગણધરવાદના અંગ્રેજી અનુવાદ તથા વિવેચન માટે જુઓ – શ્રમણ ભગવાનું મહાવીર,ભાગ ૩, સંપા. – મુનિ રત્નપ્રભવિજય; અનુ.-પ્રો. ધીરુભાઈ પી. ઠાકર; પ્રકા.શ્રી જૈનગ્રંથ પ્રકાશક સભા, પાંજરાપોળ, અમદાવાદ, સન્ ૧૯૪૨; શ્રી જૈન સિદ્ધાન્ત સોસાયટી, પાંજરાપોળ, અમદાવાદ, સન્ ૧૯૫૦ તથા ડૉ. ઈ. એ. સોલોમનનો અંગ્રેજી અનુવાદ : પ્રકા. ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, સન્ ૧૯૬૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org