________________
૧૩૬
આગમિક વ્યાખ્યાઓ અર્થાધિકાર શ્રુત-શીલખ્ખલનની નિંદા છે, કાયોત્સર્ગાધ્યયનનો અધિકાર અપરાધવણચિકિત્સા છે તથા પ્રત્યાખ્યાનાધ્યયનનો અધિકાર ગુણધારણા છે. અહીં આવશ્યકનું પિપ્પાર્થ – સમુદાયાર્થ નામનું ચતુર્થ દ્વાર સમાપ્ત થાય છે. તારોપન્યાસ તથા ભેદદ્વાર :
પંચમ દ્વારમાં સામાયિક નામના પ્રથમ અધ્યયનની વિશેષ વ્યાખ્યા કરતાં આચાર્ય કહે છે કે સામાયિકનું લક્ષણ સમભાવ છે. જે રીતે વ્યોમ બધા દ્રવ્યોનો આધાર છે તે જ રીતે સામાયિક બધા ગુણોનો આધાર છે. બાકીના અધ્યયનો એક રીતે સામાયિકના જ ભેદ છે કેમકે સામાયિક દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ત્રણ પ્રકારની છે અને કોઈ ગુણ એવો નથી કે આ ત્રણે પ્રકારોથી વધારે હોય. કોઈ મહાનગરના દ્વારોની જેમ સામાયિકાધ્યયનના પણ ચાર અનુયોગદ્વાર છે. તેમના નામ આ મુજબ છે : ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ તથા નય. આના ફરી ક્રમશઃ છે, ત્રણ, બે તથા બે પ્રભેદ થાય છે. અહીં સુધી પાંચમા દ્વારોપન્યાસ તથા છઠ્ઠા ભેદદ્વારનો અધિકાર છે. નિરુક્તકાર :
સાતમા નિરુક્તદ્વારમાં ઉપક્રમ વગેરેની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે શાસ્ત્રનું ઉપક્રમણ અર્થાત સમીપીકરણ (ન્યાસંદેશાનયન) ઉપક્રમ છે. નિક્ષેપનો અર્થ છે નિશ્ચિત ક્ષેપ અર્થાત્ ન્યાસ, અથવા નિયત વ્યવસ્થાપન. અનુગમનો અર્થ છે સૂત્રાનુરૂપ ગમન (વ્યાખ્યાન) અથવા અર્થનુરૂપ ગમન. આનું પ્રયોજન સૂત્ર અને અર્થનું અનુરૂપ સમ્બન્ધસ્થાપન છે. નયનો અર્થ છે વસ્તુનું સંભાવિત અનેક પર્યાયોને અનુરૂપ પરિચ્છેદન. ક્રમપ્રયોજન :
આઠમા દ્વારનું નામ ક્રમપ્રયોજન છે. તેમાં ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ તથા નયના ઉક્ત ક્રમને યુક્તિયુક્ત સિદ્ધ કરવામાં આવ્યો છે. અહીં સુધી ભાષ્યની દ્વિતીય ગાથામાં નિર્દિષ્ટ દ્વારોનો અધિકાર છે. ત્યાર પછી ઉપક્રમનું ભાવોપક્રમની દષ્ટિએ વિસ્તારપૂર્વક વ્યાખ્યાન કરવામાં આવ્યું છે તથા આનુપૂર્વી, નામ, પ્રમાણ, વક્તવ્યતા, અર્થાધિકાર અને સમવતાર નામના છ ભેદોનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે.
૩. ગા. ૯૧૧-૪.
૧. ૪.
ગા. ૯૦૨. ગા. ૯૧૫-૬.
૨. ગા. ૯૦૫-૯૧૦. ૫. ગા. ૯૧૭-૯૫૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org