________________
૧૩૪
અવધિજ્ઞાન :
અવધિજ્ઞાનનું વિવેચન કરતાં ભાષ્યકારે નિર્યુક્તિની ગાથાઓની ખૂબ જ વિસ્તારથી વ્યાખ્યા કરી છે. ભવપ્રત્યય અને ગુણપ્રત્યય ભેદો તરફ નિર્દેશ કરતાં ચૌદ પ્રકારના નિક્ષેપોનું ખૂબ જ વિસ્તૃત વિવેચન કર્યું છે. નારક અને દેવોને
પક્ષીઓના નભોગમનની જેમ જન્મથી જ ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય છે. બાકીના પ્રાણીઓને ગુણપ્રત્યય અર્થાત્ પોતાના કર્મના ક્ષયોપશમના કારણે ક્યારેક થાય છે. તેમના માટે એવો નિયમ નથી કે તેમને જન્મથી જ હોય.
મન:પર્યયજ્ઞાન :
મનઃપર્યયજ્ઞાનથી મનુષ્યનું માનસિક પરિચિંતન પ્રત્યક્ષ થાય છે. આ જ્ઞાન મનુષ્યક્ષેત્ર સુધી સીમિત છે, ગુણપ્રત્યયિક છે અને ચારિત્રશીલને થાય છે. બીજા શબ્દોમાં જે સંયત છે, સર્વપ્રમાદરહિત છે, વિવિધ ઋદ્ધિયુક્ત છે તે જ આ જ્ઞાનનો અધિકારી હોય છે. મનઃપર્યયજ્ઞાનનો વિષય ચિંતિત મનોદ્રવ્ય છે, ક્ષેત્ર મનુષ્યલોક છે, કાળ ભૂત અને ભવિષ્યત્નો પલ્યોપમાસંધ્યેય ભાગ છે. મનઃપર્યયજ્ઞાની ચિંતિત મનોદ્રવ્યને સાક્ષાત્ જુએ તથા જાણે છે પરંતુ તદ્ભાસિત બાહ્ય પદાર્થને અનુમાનથી જ જાણે છે.
કેવલજ્ઞાન ઃ
કેવલજ્ઞાન સર્વદ્રવ્ય તથા સર્વપર્યાયોને ગ્રહણ કરે છે. તે અનંત છે, શાશ્વત છે, અપ્રતિપાતી છે, એક જ પ્રકારનું છે. તે જ્ઞાન સર્વવરણક્ષયથી ઉત્પન્ન થનાર છે, આથી સર્વોત્કૃષ્ટ છે, સર્વવિશુદ્ધ છે, સર્વગત છે. કેવલી કોઈ પણ અર્થનું પ્રતિપાદન પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા જ કરે છે. તેનો વાગ્યોગ પ્રત્યક્ષ જ્ઞાન પર અવલંબિત હોય છે. આ જ વાગ્યોગ શ્રુતનું રૂપ ધારણ કરે છે. આ જ રીતે કેવલજ્ઞાનના સ્વરૂપની ચર્ચા સાથે જ્ઞાનપંચકનો અધિકાર સમાપ્ત થાય છે.
૩
આગમિક વ્યાખ્યાઓ
સમુદાયાર્થદ્વાર :
પંચજ્ઞાનની ચર્ચા સાથે મંગલરૂપ તૃતીય દ્વાર સમાપ્ત થાય છે તથા સમુદાયાર્થરૂપ ચતુર્થ દ્વારનું વ્યાખ્યાન શરૂ થાય છે. જ્ઞાનપંચકમાંથી આ કયા જ્ઞાનનો મંગલાર્થ અર્થાત્ અનુયોગ છે ? તેનો ઉત્તર આપતાં ભાષ્યકાર કહે છે કે મતિજ્ઞાનાદિમાં શ્રુતનો પ્રકૃતાનુયોગ છે, અન્યનો નથી કેમકે બીજા પ્રકારનાં જ્ઞાન પરાધીન હોય છે તથા પરબોધમાં ઘણું કરી સમર્થ નથી હોતા. શ્રુતજ્ઞાન દીપકની જેમ સ્વપ્રકાશન
૧. ગા. ૫૬૮-૮૦૮.
Jain Education International
૨. ગા. ૮૧૦-૪.
૩. ગા. ૮૨૩-૮૩૬.
For Private & Personal Use Only
www.jainelibrary.org