________________
૧૩૦
આગમિક વ્યાખ્યાઓ
૧
કેમકે તે તેનું જ કામ કરે છે અને તે રીતે શ્રુતજ્ઞાનનું કારણ છે, નહિ કે મતિનું. અહીં સુધી મતિ-શ્રુતના ભેદનો અધિકાર છે.
આભિનિબોધિક જ્ઞાન :
આભિનિબોધિક જ્ઞાનના ભેદો તરફ નિર્દેશ કરતાં આગળ કહેવામાં આવ્યું છે કે ઈન્દ્રિય-મનોનિમિત્ત જે આભિનિબોધિક જ્ઞાન છે તેના બે ભેદ છે : શ્રુતનિશ્રિત અને અશ્રુતનિશ્રિત. આ બંનેના ફરી ચાર-ચાર ભેદ થાય છે : અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા. સામાન્યરૂપે અર્થનું અવગ્રહણ અવગ્રહ છે, ભેદની માર્ગણા કરવી ઈહા છે, તેનો નિશ્ચય અપાય છે અને તેની અવિચ્યુતિ ધારણા છે. જે લોકો સામાન્યવિશેષના ગ્રહણને અવગ્રહ કહે છે તેમનો મત ઠીક નથી કેમકે તેમાં અનેક દોષો છે. કેટલાક લોકો એમ કહે છે કે ઈહા સંશયમાત્ર છે, તે બરાબર નથી, કેમકે સંશય તો અજ્ઞાન છે જ્યારે ઈહા જ્ઞાન છે. આવી સ્થિતિમાં જ્ઞાનરૂપ ઈહા અજ્ઞાનરૂપ સંશય કેવી રીતે હોઈ શકે ? આ જ રીતે અપાય અને ધારણાસંબંધી મતાંતરોનું પણ ભાષ્યકારે ખંડન કર્યું છે.
અવગ્રહ બે પ્રકારનો છે : વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. જેમાં અર્થ (પદાર્થ) પ્રકટ થાય છે તે વ્યંજનાવગ્રહ છે. ઉપકરણેન્દ્રિય અને શબ્દાદિરૂપથી પરિણત દ્રવ્યનો પારસ્પરિક સંબંધ વ્યંજનાવગ્રહ છે.” આના ચાર ભેદ છે ઃ સ્પર્શન, રસન, પ્રાણ અને શ્રોત. નયન અને મન અપ્રાપ્યકારી છે આથી તેમનાથી વ્યંજનાગ્રહ નથી થતો. જે લોકો શ્રોત્ર અને ઘ્રાણને પણ અપ્રાપ્યકારી માને છે તેમના મતનું ખંડન કરતાં ભાષ્યકારે એમ સિદ્ધ કર્યું છે કે સ્પર્શન અને રસનની જેમ જ ઘ્રાણ અને શ્રોત્ર પણ પ્રાપ્ત અર્થનું જ ગ્રહણ કરે છે." આ જ રીતે નયન અને મનની અપ્રાપ્યકારિતાનું પણ રોચક રીતે સમર્થન કરવામાં આવ્યું છે. વિશેષ કરીને જ્યાં સ્વગ્નનો પ્રસંગ આવે છે ત્યાં તો આચાર્યે પ્રતિપાદનની કુશળતા તથા રોચકતાનો પરિચય ખૂબ જ સુંદર રીતે આપ્યો છે. વ્યંજનાગ્રહના સ્વરૂપનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યા બાદ અર્થાવગ્રહનું વ્યાખ્યાન કર્યું છે, જેમાં અનેક શંકાઓનું સમાધાન કરતાં વ્યવહારિક તથા નૈૠયિક દૃષ્ટિએ અર્થાવગ્રહના વિષય, સમય વગેરેનો નિર્ણય કર્યો છે.” તે પછી ઈહા, અપાય અને ધારણના સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે. મતિજ્ઞાનના મુખ્યરૂપે બે ભેદ છે : શ્રુતનિશ્ચિત અને અશ્રુતનિશ્રિત, શ્રુતનિશ્રિતના અવગ્રહાદિ ચાર ભેદ છે. અવગ્રહના ફરી બે ભેદ છે : વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ.
૧. ગા. ૧૭૧-૫ ૨. ગા. ૧૭૭-૧૮૦. ૩, ગા. ૧૮૧-૨. ૪. ગા. ૧૯૩-૪. ૫. ગા. ૨૦૪-૮. ૬. ગા. ૨૦૯-૨૩૬. ૭, ગા. ૨૩૭-૨૮૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org