________________
ભાષ્ય અને ભાષ્યકાર
૧૧૯ જિનભદ્રનો સબંધ વલભી ઉપરાંત મથુરા સાથે પણ છે.
ડૉ. ઉમાકાંત પ્રેમાનંદ શાહે અંકોટ્ટક – અકોટા ગામથી પ્રાપ્ત થયેલી બે પ્રતિમાઓના અધ્યયનના આધારે એ સિદ્ધ કર્યું છે કે આ પ્રતિમાઓ ઈ.સ. ૫૫૦થી ૬૦૦ સુધીના કાળની છે. તેમણે એમ પણ લખ્યું છે કે આ પ્રતિમાઓના લેખોમાં જે આચાર્ય જિનભદ્રનું નામ છે, તે વિશેષાવશ્યકભાષ્યના કર્તા ક્ષમાશ્રમણ આચાર્ય જિનભદ્ર જ છે. તેમની વાચના અનુસાર એક મૂર્તિના પદ્માસનના પાછલા ભાગમાં “રેવાધાં નિવૃત્તિને નિમવાવનાવાર્થ એવો લેખ છે અને બીજી મૂર્તિના ભામંડલમાં “૩% નિવૃત્તિને બિનપદ્રવીવનાવાર્થ એવો લેખ છે. આ લેખોથી ત્રણ વાત ફલિત થાય છે : (૧) આચાર્ય જિનભદ્રે આ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરી હશે, (૨) તેમના કુળનું નામ નિવૃત્તિકુળ હતું અને (૩) તેમને વાચનાચાર્ય કહેવામાં આવતા હતા. આ મૂર્તિઓ અંકોટ્ટકમાં મળી છે, તેથી એ પણ અનુમાન કરી શકાય છે કે તે સમયે ભરુચની આસપાસ પણ જૈનોનો પ્રભાવ રહ્યો હશે અને આચાર્ય જિનભદ્રે આ ક્ષેત્રમાં પણ વિહાર કર્યો હશે. ઉપર્યુક્ત ઉલ્લેખોમાં આચાર્ય જિનભદ્રને ક્ષમાશ્રમણ ન કહેતાં વાચનાચાર્ય એટલા માટે કહેવામાં આવ્યા છે કે પરંપરા અનુસાર વાદી, ક્ષમાશ્રમણ, દિવાકર તથા વાચકને એકાWક શબ્દો માનવામાં આવ્યાં છે. વાચક અને વાચનાચાર્ય પણ એકાર્થક છે, આથી વાચનાચાર્ય અને ક્ષમાશ્રમણ શબ્દ વાસ્તવમાં એક જ અર્થના સૂચક છે. આમાંથી એકનો પ્રયોગ કરવાથી બીજાનું પ્રયોજન પણ સિદ્ધ થઈ જ જાય છે.
૧. જૈન સત્ય પ્રકાશ, અંક ૧૯૬. ૨. એજન. ૩. પં. શ્રી દલસુખ માલવણિયાએ આ શબ્દોની મીમાંસા આ રીતે કરી છે –
પ્રારંભમાં “વાચક શબ્દ શાસ્તવિશારદ માટે વિશેષ પ્રચલિત હતો. પરંતુ જ્યારે વાચકોમાં ક્ષમાશ્રમણોની સંખ્યા વધતી ગઈ ત્યારે ક્ષમાશ્રમણ શબ્દ પણ વાચકના પર્યાય રૂપે પ્રસિદ્ધ થઈ ગયો. અથવા “ક્ષમાશ્રમણ' શબ્દ આવશ્યકસૂત્રમાં સામાન્ય ગુરુના અર્થમાં પણ વપરાયો છે. આથી સંભવ છે કે શિષ્યો વિદ્યાગુરુને ક્ષમાશ્રમણ નામે સંબોધિત કરતા રહ્યા હોય. એટલે એ સ્વાભાવિક છે કે “ક્ષમાશ્રમણ' “વાચકનો પર્યાય બની જાય. જૈન સમાજમાં જ્યારે વાદીઓની પ્રતિષ્ઠા સ્થાપિત થઈ ત્યારે શાસ્ત્ર-વૈશારઘના કારણે વાચકોનો જ મોટો ભાગ “વાદી' નામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org