________________
આગમોનું અનુસંધાન
જૈન સાહિત્યના બૃહદ્ ઈતિહાસ ભાગ ૧ અને ૨ માં આપણે આગમોનો પરિચય જોયો. પ્રસ્તુત ત્રીજા ભાગમાં આ બધા આગમગ્રંથો પરના વ્યાખ્યા સાહિત્યનો અર્થાત્ ટીકાસાહિત્યનો સાંગોપાંગ પરિચય આપવામાં આવ્યો છે.
-
દેશ અને કાળના પરિબળે મૂળ આગમગ્રંથોના અર્થની સમજૂતી દુર્લભ બનવા લાગી આથી ધર્મનાયક આચાર્યોએ આ મૂળગ્રંથોની સમજૂતી પે તે તે ગ્રંથોની ટીકાઓ કે વ્યાખ્યાઓની રચના કરી. આગમિક વ્યાખ્યાઓ પાંચ વર્ગમાં વિભાજિત કરાય છે : ૧. નિર્યુક્તિઓ, ૨. ભાષ્યો, ૩. ચૂર્ણિઓ, ૪. સંસ્કૃત ટીકાઓ અને ૫. પ્રાદેશિક લોકભાષાઓમાં વિરચિત વ્યાખ્યાઓ કે બાલાવબોધો.
આ ભાગમાં નિર્યુક્તિઓ અને પ્રસિદ્ધ નિર્યુક્તિકાર ભદ્રબાહુ સ્વામી, વિવિધ ભાષ્યો અને ભાષ્યકારો, નંદી વગેરેની ચૂર્ણિઓ અને વિશિષ્ટ ચૂર્ણિકાર જિનદાસગણિ તથા અગસ્ત્યસિંહગણિ, અનેકવિધ સંસ્કૃત ટીકાઓ અને મુખ્ય ટીકાકારો જેવા કે હરિભદ્રસૂરિ, શીલાંકસૂરિ, શાંતિસૂરિ, અભયદેવસૂરિ, મલયગિરિ વગેરેનો પરિચય આપવામાં આવ્યો છે તથા વિવિધ પ્રાંતીય ભાષાઓ જેવી કે ગુજરાતી, રાજસ્થાની, હિંદી વગેરેમાં બાલાવબોધ નામે ઓળખાતી ટીકાઓનો પરિચય કરાવવામાં આવ્યો છે.
પરમ પૂજ્ય મોટા મહારાજશ્રી (પ.પૂ.આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા.) તથા પરમ પૂજ્ય ગુરુદેવશ્રી (પ. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.) ની પાવન પ્રેરણાથી જૈન સાહિત્યના ઈતિહાસના સાત ભાગ ઉપરાંત પ્રમાણમીમાંસા અને જૈન ધર્મ-દર્શન મળી નવ ગ્રંથોનું ગુજરાતી ભાષાંતર કરવાનું નક્કી થયેલું તે પ્રમાણે શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પ્રેરણા કરી – મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ ગાંધીએ પ્રો. શ્રી ૨મણીકભાઈ શાહ તથા પ્રો. શ્રી નગીનભાઈ શાહ પાસે ગુજરાતી કરાવ્યું. જુદાજુદા શ્રી સંઘોએ પૂજ્યશ્રીની વાતને સ્વીકારી સંપૂર્ણ સહયોગ આપ્યો. તેની ફળશ્રુતિરૂપે આ સાતે ભાગ ગુજરાતીમાં પ્રકાશિત થઈ રહ્યા છે.
બંને પૂજ્યશ્રીઓની હયાતી દરમ્યાન ભાગ ૧, ૨, ૪, ૬ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org