________________
આચારાંગનિર્યુક્તિ
૧૦૩ ૬. ધ્રુવ, ૭. મહાપરિજ્ઞા, ૮. વિમોક્ષ અને ૯. ઉપધાનશ્રત. આ નવ આચાર છે, શેષ આચારાઝ છે."
હવે આ અધ્યયનોનો અર્થાધિકાર બતાવે છે. પ્રથમ અધ્યયનનો અધિકાર જીવસંયમ છે, બીજાનો અષ્ટવિધ કર્મવિજય છે, ત્રીજાનો સુખ-દુઃખતિતિક્ષા છે, ચોથાનો સમ્પર્વની દઢતા છે, પાંચમાનો લોકસાર રત્નત્રયારાધના છે, છઠ્ઠાનો નિઃસંગતા છે, સાતમાનો મોહસમુત્ય પરીષહોપસર્ગસહનતા છે, આઠમાનો નિર્માણ અર્થાત્ અન્યક્રિયા છે અને નવમાનો જિનપ્રતિપાદિત અર્થશ્રદ્ધાન છે.
શસ્ત્રપરિજ્ઞામાં બે પદો છે : શસ્ત્ર અને પરિજ્ઞા. શસ્ત્રનો નિક્ષેપ નામાદિ ચાર પ્રકારનો છે. ખડગુ, અગ્નિ, વિષ, સ્નેહ, આમ્લ, ક્ષાર, લવણાદિ દ્રવ્યશસ્ત્ર છે. દુષ્પયુક્ત ભાવ જ ભાવશસ્ત્ર છે. પરિજ્ઞા પણ નામાદિ ભેદથી ચાર પ્રકારની છે. દ્રવ્યપરિજ્ઞા બે પ્રકારની છે : જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા. ભાવપરિજ્ઞા પણ બે પ્રકારની છે : જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા. દ્રવ્યપરિજ્ઞામાં જ્ઞાતા અનુપયુક્ત હોય છે જ્યારે ભાવપરિજ્ઞામાં જ્ઞાતાને ઉપયોગ હોય છે.
આની પછી નિયુક્તિકાર સૂત્રસ્પર્શી નિયુક્તિનો પ્રારંભ કરે છે. સર્વપ્રથમ સંજ્ઞાનો નિક્ષેપ કરતાં કહે છે કે સચિત્તાદિ (હસ્ત, ધ્વજ, પ્રદીપાદિ)થી થનારી સંજ્ઞા દ્રવ્યસંજ્ઞા છે. ભાવસંજ્ઞા બે પ્રકારની છે : અનુભવનસંજ્ઞા અને જ્ઞાનસંજ્ઞા. મતિ વગેરે જ્ઞાનસંજ્ઞા છે. કર્મોદયાદિને કારણે થનાર સંજ્ઞા અનુભવનસંજ્ઞા છે. એ સોળ પ્રકારની છેઆહાર, ભય, પરિગ્રહ, મૈથુન, સુખ, દુઃખ, મોહ, વિચિકિત્સા, ક્રોધ, માન, માયા, લોભ, શોક,લોક, ધર્મ અને ઓઘ.
“દિફનો નિક્ષેપ સાત પ્રકારનો છે : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, તાપ, પ્રજ્ઞાપક અને ભાવ. દ્રવ્યાદિ દિશાઓનું સ્વરૂપ બતાવ્યાં પછી આચાર્ય ભાવદિશાનું વર્ણન કરતાં કહે છે કે ભાવદિશાઓ અઢાર છે: ચાર પ્રકારના મનુષ્ય (સમૂર્ઝનજ, કર્મભૂમિજ, અકર્મભૂમિજ, અંતરદ્વીપજ), ચાર પ્રકારના તિર્યંચ (તીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય), ચાર પ્રકારની કાય (પૃથ્વી, અપુ, તેજસુ, વાયુ), ચાર પ્રકારના બીજ (અગ્ર, મૂલ, સ્કંધ, પર્વ) દેવ અને નારક. ૧ જીવ આ અઢાર પ્રકારના ભાવોથી યુક્ત હોય છે અને તેનો આમનાથી વ્યપદેશ થાય છે એટલા માટે તેમને ભાવદિશાઓ કહેવામાં આવે છે. અહીં સુધી શસ્ત્રપરિજ્ઞાના પ્રથમ ઉદેશનો અધિકાર
દ્વિતીય ઉદેશકના પ્રારંભમાં પૃથ્વીનો નિક્ષેપાદિ પદ્ધતિથી વિચાર કરવામાં
૩. ગા. ૩૬-૭.
૧. ૪.
ગા.૩૧-૨. ગા. ૩૮-૯,
૨. ગા. ૩૩-૪. ૫. ગા. ૪૦-૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org