________________
દશવૈકાલિકનિયુક્તિ
૯૩
ભાવ
૧
કરતાં કહેવામાં આવ્યું છે કે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, પ્રધાન, પ્રતીત્ય અને આ આઠ ભેદો સાથે મહત્નો વિચાર કરવો જોઈએ. ક્ષુલ્લક મહત્ત્નું પ્રતિપક્ષી છે આથી તેના પણ આ જ આઠ ભેદ છે. આચારનો નિક્ષેપ નામાદિ ભેદથી ચાર પ્રકારનો છે. નામન, ધાવન, વાસન, શિક્ષાપન વગેરે દ્રવ્યાચાર છે. ભાવાચાર પાંચ પ્રકારનો છે : દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય. કથા ચાર પ્રકારની હોય છે : અર્થકથા, કામકથા, ધર્મકથા અને મિશ્રકથા. અર્થકથાના નિમ્નોક્ત ભેદ છે : વિદ્યા, શિલ્પ, ઉપાય, અનિર્વેદ, સંચય, દક્ષત્વ, સામ, દંડ, ભેદ અને ઉપપ્રદાન. કામકથાના નિમ્નલિખિત ભેદ છે : રૂપ, વય, વેષ, દાક્ષિણ્ય, વિષયજ્ઞ, દૃષ્ટ, શ્રુત, અનુભૂત અને સંસ્તવ. ધર્મકથા ચાર પ્રકારની છે : આક્ષેપણી, વિક્ષેપણી, સંવેજની અને નિર્વેદની. ધર્મ, અર્થ અને કામથી મિશ્રિત કથાનું નામ મિશ્રકથા છે. કથાની વિપક્ષભૂત વિકથા છે. તેના સ્ત્રીકથા, ભક્તકથા, રાજકથા, ચૌરજનપદકથા, નટનર્તકજલ્લમુષ્ટિકકથા વગેરે અનેક ભેદ છે. શ્રમણ માટે ઈચ્છનીય છે કે તે ક્ષેત્ર, કાલ, પુરુષ, સામર્થ્ય વગેરેનું ધ્યાન રાખીને અનવદ્ય કથાનું વ્યાખ્યાન કરે.૨
-
ચતુર્થ અધ્યયનનું નામ ષડ્જવનિકાય છે. તેની નિર્યુક્તિમાં એક, છ, જીવ, નિકાય અને શસ્ત્રનો નિક્ષેપ-પદ્ધતિથી વિચાર કરવામાં આવ્યો છે. આચાર્યે જીવના નિમ્નોક્ત લક્ષણો બતાવ્યાં છે : આદાન, પરિભોગ, યોગ, ઉપયોગ, કષાય, લેશ્યા, આન, આપાન, ઈન્દ્રિય, બંધ, ઉદય, નિર્જરા, ચિત્ત, ચેતના, સંજ્ઞા, વિજ્ઞાન, ધારણા, બુદ્ધિ, ઈહા, મતિ, વિતર્ક. શસ્ત્રની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે દ્રવ્યશાસ્ત્ર સ્વકાય, પરકાય અથવા ઉભયકાયરૂપ હોય છે. ભાવશસ્ત્ર અસંયમ છે.”
પિંડૈષણા નામના પાંચમા અધ્યયનની નિર્યુક્તિમાં આચાર્ય ભદ્રબાહુએ પિંડ અને એષણા આ બે પદોનું નિક્ષેપપૂર્વક વ્યાખ્યાન કર્યું છે. ગોળ, ચોખા વગેરે દ્રવ્યપિંડ છે. ક્રોધાદિ ચાર ભાવપિંડ છે. દ્રવ્યેષણા ત્રણ પ્રકારની છે : સચિત્ત, અચિત્ત અને મિશ્ર. ભાવૈષણા બે પ્રકારની છે : પ્રશસ્ત અને અપ્રશસ્ત. જ્ઞાનાદિ પ્રશસ્ત ભાવૈષણા છે. ક્રોધાદિ અપ્રશસ્ત ભાવૈષણા છે. પ્રસ્તુત અધિકા૨ દ્રવ્યેષણાનો છે.પ
ષષ્ઠ અધ્યયનનું નામ મહાચારકથા છે. તેની નિર્યુક્તિમાં આચાર્યે એવો નિર્દેશ કર્યો છે કે ક્ષુલ્લિકાચારકથાની નિર્યુક્તિમાં મહત્, આચાર અને કથાનું વ્યાખ્યાન થઈ
૧. ગા. ૧૭૮-૧૮૭.
૨.
ગા. ૧૮૮-૨૧૫.
Jain Education International
૩. ગા. ૨૨૩-૪. ૪. ગા. ૨૩૧.
૫. ગા. ૨૩૪-૨૪૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org