SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ . આગમિક વ્યાખ્યાઓ જોઈએ. પ્રતિક્રમણના નિમ્નોક્ત પર્યાયો છે : પ્રતિક્રમણ, પ્રતિચરણા, પરિહરણા, વારણા, નિવૃત્તિ, નિંદા, ગહ, શુદ્ધિ. આ પર્યાયોનો અર્થ યોગ્ય રીતે સમજમાં આવી જાય, એટલા માટે નિર્યુક્તિકારે પ્રત્યેક શબ્દના અલગ-અલગ દૃષ્ટાન્ત આપ્યાં છે. તેની પછી શુદ્ધિની વિધિ બતાવતાં દિશા વગેરેની તરફ સંકેત કર્યો છે. પ્રતિક્રમણ દૈવસિક, રાત્રિક, ઇત્વરિક, યાવત્કથિક, પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક, ઉત્તમાર્થક વગેરે અનેક પ્રકારનું હોય છે. પંચમહાવ્રત, રાત્રિભુક્તિવિરતિ, ચતુર્યામ, ભક્તપરિજ્ઞા વગેરે યાવત્કથિક અર્થાત્ જીવનભર માટે છે. ઉચ્ચાર, મૂત્ર, કફ, નાસિકામળ, આભોગ, અનાભોગ, સહસાકાર વગેરે ક્રિયાઓ ઉપરાન્ત પ્રતિક્રમણ આવશ્યક છે. ૧ પ્રતિક્રન્તવ્ય પાંચ પ્રકારનું છે : મિથ્યાત્વપ્રતિક્રમણ, અસંયમપ્રતિક્રમણ, કષાયપ્રતિક્રમણ, અપ્રશસ્તયોગપ્રતિક્રમણ તથા સંસારપ્રતિક્રમણ. સંસારપ્રતિક્રમણના ચાર દુર્ગતિઓ અનુસાર ચાર પ્રકાર છે. ભાવપ્રતિક્રમણનો અર્થ છે ત્રણ કરણ અને ત્રણ યોગથી મિથ્યાત્વાદિનું સેવન છોડવું." આ વિષયને વધારે સ્પષ્ટ કરવા માટે આચાર્યે આગળ કેટલીક ગાથાઓમાં નાગદત્તનું ઉદાહરણ પણ આપ્યું છે. તેની પછી એ બતાવ્યું છે કે પ્રતિષિદ્ધ વિષયોનું આચરણ કર્યા પછી, વિહિત વિષયોનું આચરણ ન કર્યું હોય ત્યારે, જિનોક્ત વચનોમાં શ્રદ્ધા ન રાખી હોય ત્યારે તથા વિપરીત પ્રરૂપણા કર્યા પછી પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. ત્યાર પછી આલોચના વગેરે બત્રીસ યોગોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમના નામ આ છે : ૧. આલોચના, ૨. નિરપલાપ, ૩. આપત્તિમાં દૃઢધર્મતા, ૪. અનિશ્રિતોપધાન, ૫. શિક્ષા, ૬. નિષ્પતિકર્મતા, ૭. અજ્ઞાતતા, ૮. અલોભતા, ૯. તિતિક્ષા, ૧૦. આર્જવ, ૧૧. શુચિ, ૧૨. સમ્યદૃષ્ટિત્વ, ૧૩. સમાધિ, ૧૪. આચારોપગત્વ, ૧૫. વિનયોપગત્વ, ૧૬. ધૃતિમતિ, ૧૭. સંવેગ, ૧૮. પ્રણિષિ, ૧૯. સુવિધિ, ૨૦. સંવર, ૨૧. આત્મદોષોપસંહાર, ૨૨. સર્વકામવિરક્તતા, ૨૩. મૂલગુણ-પ્રત્યાખ્યાન, ઉત્તરગુણપ્રત્યાખ્યાન, ૨૫. વ્યુત્સર્ગ, ૨૬. અપ્રમાદ, ૨૭. લવાલવ, ૨૮. ધ્યાન, ૨૯. મરણાભીતિ, ૩૦. સંગપરિજ્ઞા, ૩૧. પ્રાયશ્ચિત્તકરણ, ૩૨. મરણાન્તારાધના. આ યોગોનો અર્થ સારી રીતે સમજાવવા માટે વિવિધ વ્યક્તિઓનાં ઉદાહરણો પણ આપવામાં આવ્યાં છે. આમાંથી કેટલાંક નામ આ મુજબ છે : મહાગિરિ, સ્થૂલભદ્ર, ધર્મઘોષ, સુરેન્દ્રદત્ત, વારત્તક, ધન્વન્તરી વૈઘ, કરકંડુ, આર્ય ૨૪. ८ ગા. ૧૨૩૭. ૧. ૪. ગા. ૧૨૪૪-૬. ૭. ગા. ૧૨૬૯-૧૨૭૩. Jain Education International ૨. ગા. ૧૨૩૮. ૫. ગા. ૧૨૪૭-૮. ૮. ગા, ૧૨૭૪-૧૩૧૪. For Private & Personal Use Only ૩. ગા. ૧૨૩૯૮-૧૨૪૩. ૬. ગા. ૧૨૬૮. www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy