________________
૮૦
આગમિક વ્યાખ્યાઓ શા માટે કરવી જોઈએ.' આ વારોનો નિર્દેશ કર્યા બાદ વંદ્યાવંઘનો બહુ વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે. શ્રમણો માટે ઈચ્છનીય છે કે તેઓ અસંયતી માતા, પિતા, ગુરુ, સેનાપતિ, પ્રશાસક, રાજા, દેવ-દેવી વગેરેને વન્દના ન કરે. જે સંયતી છે, મેધાવી છે, સુસમાહિત છે, પંચસમિતિ અને ત્રિગુપ્તિથી યુક્ત છે તેવા શ્રમણને વન્દના કરે. ૨ પાર્થસ્થ વગેરે સંયમભ્રષ્ટ સંન્યાસીઓની વંદના કરવાથી તો ન તો કીર્તિ મળે છે, ન નિર્જરા થાય છે. આ પ્રકારની વંદના કાયક્લેશ માત્ર છે, જે માત્ર કર્મબંધનું કારણ છે. તે પછી સંસર્ગથી ઉત્પન્ન થનારા ગુણ-દોષોનું વર્ણન કરતાં આચાર્યે સમુદ્રનાં દષ્ટાન્ત વડે સમજાવ્યું છે કે જે રીતે નદીઓનું મીઠું પાણી સમુદ્રના ખારા પાણીમાં પડતાં જ ખારું થઈ જાય છે તે જ રીતે શીલવાન પુરુષ શીલભ્રષ્ટ પુરુષોની સંગતિથી શીલભ્રષ્ટ થઈ જાય છે. માત્ર બાહ્ય લિંગથી પ્રભાવિત ન થતાં પર્યાય, પર્ષદુ, પુરુષ, ક્ષેત્ર, કાળ, આગમ વગેરે વાતો જાણીને જે સમયે જેવું ઉચિત પ્રતીત થાય તે સમયે તેમ કરવું જોઈએ. જિનપ્રણીત લિંગને વંદના કરવાથી વિપુલ નિર્જરા થાય છે, ચાહે તે પુરુષ ગુણહીન પણ કેમ ન હોય, કેમકે વંદના કરનાર અધ્યાત્મશુદ્ધિ માટે જ વંદના કરે છે. * અન્યલિંગીને જાણી-બૂઝીને નમસ્કાર કરવાથી દોષ લાગે છે કેમકે તે નિષિદ્ધ લિંગ ધારણ કરે છે. સંક્ષેપમાં જે દ્રવ્ય અને ભાવથી સુશ્રમણ છે તે જ વંદ્ય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિવિધ ભંગોનો વિચાર કર્યા પછી આચાર્ય તે જ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર – આ ત્રણેનો સમ્યક યોગ થાય ત્યારે જ સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે. આથી જે હંમેશા દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય વગેરેમાં રત રહે છે તેઓ જ વંદનીય છે અને તેમનાથી જ જિનપ્રવચનનો યશ ફેલાય છે.
વંદના કરનાર પંચમહાવ્રતી આળસરહિત, માનવપરિવર્જિતમતિ, સંવિગ્ન અને નિર્જરાર્થી હોવો જોઈએ. જે આળસુ, અભિમાની અને પાપથી ભય ન રાખનાર ના હોય તેનામાં વંદના કરવાની યોગ્યતા કેવી રીતે આવી શકે ?
જે ધર્મકથા વગેરેથી પરાભુખ હોય છે અથવા પ્રમત્ત હોય છે તેને ક્યારેય પણ વંદના ન કરવી. જે વખતે કોઈ આહાર અથવા નીહાર કરી રહ્યું હોય તે વખતે તેને વંદના ન કરવી. જે વખતે તે પ્રશાન્ત, આસનસ્થ અને ઉપશાન્ત હોય તે વખતે તેની પાસે જઈને વંદના કરવી.૧૦
૧. ગા.૧૧૧૦-૧. ૪. ગા. ૧૧૨૭-૮. ૭. ગા. ૧૧૪પ-૭. ૧૦. ગા. ૧૨૦૫-૬ .
૨, ગા. ૧૧૧૩-૪. ૫. ગા. ૧૧૩૬, ૮. ગા. ૧૧૬૭-૧૨૦૦.
૩. ગા. ૧૧૧૬. ૬. ગા. ૧૧૭૯. ૯. ગા. ૧૨૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org