________________
અષ્ટમ પ્રકરણ
ગણિવિદ્યા
ગણિવિજ્જા–ગણિવિદ્યામાં ૮૨ ગાથાઓ છે. આ ગણિતવિદ્યા અર્થાત્ જ્યોતિષવિદ્યાનો ગ્રંથ છે. આમાં નીચેના નવ વિષયો(નવ બલ)નું વિવેચન છે ૧ દિવસ, ૨. તિથિ, ૩. નક્ષત્ર, ૪. કરણ, ૫. ગ્રહદિવસ, ૬. મુહૂર્ત, ૭. શકુન, ૮. લગ્ન, ૯.નિમિત્ત.
પ્રારંભમાં ગ્રંથકારે પ્રવચનશાસ્ત્ર અનુસાર નવ બળના રૂપમાં બળાબળનો વિચાર કરવાનો સંકલ્પ કર્યો છે. ત્યારપછી નવ બળનો નામોલ્લેખ કર્યો છે :
वुच्छं बलाबलविहिं नवबलविहिमुत्तमं विउपसत्थं । जिणवयणभासियमिणं पवयणसत्थम्मि जह दिटुं ॥१॥ दिवस-तिही-नक्खत्ता करणग्गहदिवसया मुहुत्तं च ।
सउणबलं लग्गबलं निमित्तबलमुत्तमं वावि ॥२॥ અંતમાં ગ્રંથકારે એમ બતાવ્યું છે કે દિવસ કરતાં તિથિ બળવાન હોય છે, તિથિ કરતાં નક્ષત્ર, નક્ષત્ર કરતાં કરણ, કરણ કરતાં ગ્રહદિવસ, ગ્રહદિવસ કરતાં મુહૂર્ત, મુહૂર્ત કરતાં શકુન, શકુન કરતાં લગ્ન અને લગ્ન કરતાં નિમિત્ત બળવાન હોય છે. આ બળાબળવિધિ સંક્ષેપમાં સુવિહિતોએ બતાવી છે :
दिवसाओ तिही बलिओ तिहीउ बलियं तु सुव्वई रिक्खं । नक्खत्ता करणमाहंसु करणाउ गहदिणा बलिणो ॥७९॥ गहदिणाउ मुहुत्ता, मुहुत्ता सउणो बली। सउणाओ बलवं लग्गं, तओ निमित्तं पहाणं तु ॥८०॥ विलग्गाओ निमित्ताओ, निमित्तबलमुत्तम । न तं संविज्जए लोए, निमित्ता जं बलं भवे ॥८१॥ एसो बलाबलविही समासओ कित्तिओ सुविहिएहिं । अणुओगनाणगज्झो नायव्वो अप्पमत्तेहिं ।।८२।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org