________________
૨૬૮
અંગબાહ્ય આગમો હોય છે. આ અંગુલથી અનાદિ પદાર્થોનું માપ કરવામાં આવે છે. આનાથી મોટું કોઈ અંગુલ નથી હોતું.' કાલપ્રમાણ :
કાલપ્રમાણ પણ બે પ્રકારનું છે : પ્રદેશનિષ્પન્ન અને વિભાગનિષ્પન્ન: એક સમયની સ્થિતિવાળા પરમાણુ કે સ્કન્ધ, બે સમયની સ્થિતિવાળા પરમાણુ કે સ્કન્ધ વગેરેનો કાળ પ્રદેશનિષ્પન્ન કાલ પ્રમાણ કહેવામાં આવે છે. સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, અહોરાત્રિ, પક્ષ, માસ, સંવત્સર, યુગ, પલ્ય, સાગર, અવસર્પિણી, ઉત્સર્પિણી, પરાવર્તન વગેરેને વિભાગનિષ્પન્ન કાલપ્રમાણ કહેવાય છે. સમય અતિ સૂક્ષ્મ કાલપ્રમાણ છે. તેનું સ્વરૂપ સમજાવતાં સૂત્રકારે દરજીના બાળક (
તુ વાર) અને વસ્ત્રના ટુકડાનું ઉદાહરણ આપ્યું છે. અસંખ્યાત સમયના સંયોગથી એક આવલિકા બને છે. સંખ્યાત આવલિકાઓનો એક ઉચ્છવાસ અને નિઃશ્વાસ બને છે. પ્રસન્ન મન, નીરોગી શરીર, જરા અને વ્યાધિથી રહિત પુરુષના એક શ્વાસોચ્છવાસને પ્રાણ કહે છે. સાત પ્રાણોનો એક સ્તોક, સાત સ્તોકોનો એક લવ, ૭૭ લવો અર્થાત ૩૭૭૩ શ્વાસોચ્છવાસોનું એક મુહૂર્ત, ત્રીસ મુહૂર્તોની એક અહોરાત્રિ-દિવસરાત, પંદર અહોરાત્રિઓનો એક પક્ષ, બે પક્ષોનો એક માસ, બે માસની એક ઋતુ, ત્રણ ઋતુઓનું એક અયન, બે અયનોનું એક સંવત્સર, પાંચ સંવત્સરોનો એક યુગ, વીસ યુગોનું એક વર્ષશત, દસ વર્ષશતનું એક વર્ષસહસ્ર, સો વર્ષસહસ્રોનું એક વર્ષશતસહસ્ર (એક લાખ વર્ષ), ચોર્યાસી વર્ષશતસહસ્રોનું એક પૂર્વાગ, ચોર્યાસી પૂર્વાગશતસહસ્રોનું એક પૂર્વ બને છે. આ જ રીતે ક્રમશઃ પ્રત્યેકને ચોર્યાસી લાખ (ચોર્યાસી શતસહસ્ર) વડે ગુણવાથી ત્રુટિતાંગ, ત્રુટિત, અડડાંગ, અડડ, અવવાંગ, અવવ, હુહુતાંગ, દુહુત, ઉત્પલાંગ, ઉત્પલ, પમાંગ, પા, નલિતાંગ, નલિન, અક્ષનિપુરાંગ, અક્ષનિપુર, અયુતાંગ, અયુત, પ્રયુતાંગ, પ્રયુત, નયુતાંગ, નયુત, ચુલિતાંગ, યુલિત, શીર્ષપ્રહેલિકાંગ અને શીર્ષપ્રહેલિકા બને છે. અહીં સુધી ગણિતનો વિષય છે. તેની પછી ઉપમાની વિવેચના છે. ઉપમા બે પ્રકારની છે : પલ્યોપમ અને સાગરોપમ. પલ્યોપમના ત્રણ ભેદ છે : ઉદ્ધારપલ્યોપમ, અદ્ધાપલ્યોપમ અને ક્ષેત્રપલ્યોપમ. આમાંથી પ્રત્યેકના બે ભેદ છે : સૂક્ષ્મ અને વ્યાવહારિક, આ ભેદ-પ્રભેદોનું સૂત્રકારે સદષ્ટાંત વિસ્તારપૂર્વક વ્યાખ્યાન કર્યું છે. નારકીઓ, દેવો, સ્થાવરો, વિકસેન્દ્રિયો, તિર્યંચ પંચેન્દ્રિયો, ખેચરો, મનુષ્યો, વ્યંતરો, જ્યોતિષ્કો તથા વૈમાનિકોની જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિ - આયુષ્ય પર પણ પ્રકાશ પાડ્યો છે. આ જ રીતે સાગરોપમનું પણ ૧. સ. ૨ ૩. ૨. સૂ. ૨૪-૬ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org