________________
૨૫૬
અંગબાહ્ય આગમો વિમર્શ, માર્ગણા, ગવેષણા, સંજ્ઞા, સ્મૃતિ, મતિ અને પ્રજ્ઞા-આ બધા આભિનિબોધિક – મતિજ્ઞાનના પર્યાયો છે:
पुढे सुणेइ सदं, रूवं पुण पासइ अपुढे तु । गंधं रसं च फासं च बद्धपुटुं वियागरे ।। ईहा अपोह वीमंसा, मग्गणा य गवेसणा । सना सई मई पन्ना, सव्वं आभिणिबोहियं ।।
- ગા. ૮૫, ૮૭ શ્રુતજ્ઞાનઃ
શ્રુતજ્ઞાન રૂપ પરોક્ષ જ્ઞાન શું છે? શ્રુતજ્ઞાન રૂપ પરોક્ષ જ્ઞાન ચૌદ પ્રકારનું છે : ૧. અક્ષરધૃત, ૨. અક્ષરદ્યુત, ૩. સંન્નિશ્રત, ૪. અસંન્નિશ્રત, ૫. સમ્યક્ત્રુત, ૬. મિથ્યાશ્રત, ૭. સાદિઋત, ૮, અનાદિઋત, ૯. સપર્યવસિતશ્રુત, ૧૦. અપર્યવસિતશ્રુત, ૧૧. ગમિકશ્રુત, ૧૨. અગમિકશ્રુત, ૧૩. અંગપ્રવિષ્ટ, ૧૪. અનંગપ્રવિષ્ટ, આમાંથી અક્ષરદ્યુતના ત્રણ ભેદ છે: સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યક્ષર. અક્ષરની સંસ્થાનાકૃતિનું નામ સંજ્ઞાક્ષર છે. અક્ષરના વ્યંજનાભિલાપને વ્યંજનાક્ષર કહે છે. અક્ષરલબ્ધિવાળા જીવને લક્ઝક્ષર (ભાવકૃત) ઉત્પન્ન થાય છે. તે શ્રોત્રેન્દ્રિય વગેરે ભેદથી છ પ્રકારનું છે. ૧ અનક્ષરદ્યુત અનેક પ્રકારનું કહેવામાં આવ્યું છે, જેમ કે ઊંચો શ્વાસ લેવો, નીચો શ્વાસ લેવો, થુંકવું, ઉધરસ ખાવી, છીંક ખાવી, નિસંઘવું, અનુસ્વારયુક્ત ચેષ્ટા કરવી વગેરે
ऊससियं नीससियं, निच्छूढं खासियं च छीयं च । निस्सिघियमणुसारं, अणक्खरं छेलियाईयं ।।
- ગા. ૮૮ સંન્નિશ્રુત ત્રણ પ્રકારની સંજ્ઞાવાળુ છે : (દીર્ઘ)કાલિકી, હેતૂપદેશિકી અને દષ્ટિવાદોપદેશિકી. જેમાં ઈહા, અપોહ, માર્ગણા, ગવેષણા, ચિંતા, વિમર્શ વગેરે શક્તિઓ વિદ્યમાન હોય તે કાલિકી સંજ્ઞાવાળો છે. જે પ્રાણી (વર્તમાનની દૃષ્ટિએ) હિતાહિતનો વિચાર કરી કોઈ ક્રિયામાં પ્રવૃત્ત થાય છે તે હેતુપદેશિકી સંજ્ઞાવાળો છે. સમ્યકશ્રુતના કારણે હિતાહિતનો બોધ પ્રાપ્ત કરનાર દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળો છે. અસંજ્ઞિશ્રુત સંજ્ઞિકૃતથી વિપરીત લક્ષણવાળું છે.
સર્વજ્ઞઅને સર્વદર્શીઅહિંતભગવંતતીર્થંકરપ્રણીતદ્વાદશાંગીગણિપિટકસભ્યશ્રુત છે. દ્વાદશાંગ આ પ્રમાણે છે: ૧. આચાર, ૨. સૂત્રકૃત, ૩. સ્થાન, ૪. સમવાય, પ. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, ૬ જ્ઞાતાધર્મકથા,૭. ઉપાસકદશા, ૮. અંતકૃદશા,૯ અનુત્તરૌપપાતિકદશા, ૧૦. પ્રશ્નવ્યાકરણ, ૧૧. વિપાકશ્રુત, ૧૨. દષ્ટિવાદ. આ દ્વાદશાંગી ગણિપિટક ૧. સૂ. ૩૮ ૨. સૂ. ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org