________________
૨૫૪
અંગબાહ્ય આગમો પારિણામિકી બુદ્ધિ :
અનુમાન, હેતુ અને દૃષ્ટાંત વડે વિષયને સિદ્ધ કરનારી, આયુષ્યના પરિપાકથી પુષ્ટ તથા ઇહલૌકિક ઉન્નતિ અને મોક્ષરૂપ નિઃશ્રેય આપનારી બુદ્ધિનું નામ પારિણામિકી બુદ્ધિ છે :
अणुमाणहे उदिटुंतसाहिया, वयविवागपरिणामा । हियनिस्सेयसफलवई, बुद्धी परिणामिया नाम ॥ .
- ગા. ૭૮ આનું સ્વરૂપ સમજાવવા માટે અભયકુમાર, શ્રેષ્ઠી, કુમાર, દેવી, ઉદિતોદય રાજા, સાધુ અને કુમાર નંદિસેન, ધનદત્ત, શ્રાવક, અમાત્ય વગેરેનાં ઉદાહરણો આપવામાં આવ્યાં છે. અહીં સુધી અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનનો અધિકાર છે.
શ્રતનિશ્રિત મતિજ્ઞાનના પણ ચાર ભેદ છે: ૧. અવગ્રહ, ર. ઈહા, ૩. અવાય, ૪. ધારણા. અવગ્રહ બે પ્રકારનો કહેવામાં આવ્યો છે. અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. વ્યંજનાવગ્રહ ચાર પ્રકારનો છે : ૧. શ્રોત્રેન્દ્રિય-વ્યંજનાવગ્રહ, ૨. ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ, ૩. જિલૅન્દ્રિય વ્યંજનાવગ્રહ, ૪. સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ. અર્થાવગ્રહ છ પ્રકારનો છે: ૧. શ્રોસેન્દ્રિય અર્થાવગ્રહ, ૨. ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ, ૩. ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ, ૪. જિલૅન્દ્રિય અર્થાવગ્રહ, ૫. સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ, ૬. નોઇન્દ્રિય (મન) અર્થાવગ્રહ. અવગ્રહના આ પાંચે નામ એકાર્થક છે અવગ્રહણતા, ઉપધારણતા, શ્રવણતા, અવલંબનતા અને મેધા.
ઈહા પણ અર્થાવગ્રહની માફક છ પ્રકારની હોય છે. ઈહાના એકાWક શબ્દો આ પ્રમાણે છે : આભોગનતા, માર્ગણતા, ગવેષણતા, ચિંતા અને વિમર્શ.
અવાય પણ શ્રોત્રેન્દ્રિય વગેરે ભેદ વડે જ પ્રકારનો છે. તેના એકાWક નામો આ પ્રમાણે છે : આવર્તનતા, પ્રત્યાવર્તનતા, અપાય, બુદ્ધિ અને વિજ્ઞાન.'
ધારણા પણ પૂર્વોક્ત રીતે છપ્રકારની છે. તેના એકાર્યકપદો આ પ્રમાણે છે: ધરણ, ધારણા, સ્થાપના, પ્રતિષ્ઠા અને કોઇ. અવગ્રહ વગેરેનું સ્વરૂપ સૂત્રકારે આગળદષ્ટાંત આપી સ્પષ્ટ કર્યું છે.
મતિજ્ઞાનની અવગ્રહ વગેરે અવસ્થાઓનું કાળમાન બતાવતાં આચાર્ય કહે છે કે અવગ્રહએકસમય સુધી રહે છે, ઈહાની અવસ્થિતિ અંતર્મુહૂર્ત છે, અવાય પણ અંતર્મુહૂર્ત
૧. ઈન્દ્રિય અને પદાર્થના સંબંધ અર્થાત્ સંયોગને વ્યંજન કહે છે. તે સંબંધ-સંયોગથી પદાર્થોનું
જે અવ્યક્ત જ્ઞાન થાય છે તે જ વ્યંજનાવગ્રહ છે. અર્થાવગ્રહ પદાર્થોના સામાન્ય જ્ઞાનનું
નામ છે. ૨. સૂ. ૨૬- 30
૩. સૂ. 3૧ ૪. સૂ. ૩૨ ૫. સૂ. ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org