SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૪૮ અંગબાહ્ય આગમો આયુષ્યવાળાઓમાં પણ પર્યાપ્તક (ઈન્દ્રિય, મન વગેરે દ્વારા પૂર્ણ વિકસિત)ને જ થાય છે, અપર્યાપ્તકને નહિ. પર્યાપ્તકોમાં પણ સમ્યગ્દષ્ટિને જ થાય છે, મિથ્યાષ્ટિને અથવા મિશ્રદષ્ટિ (સમ્યક-મિથ્યાદષ્ટિ)ને નહિ. સમ્યગ્દષ્ટિવાળાઓમાં પણ સંયત (સાધુ) સમ્યગ્દષ્ટિને જ થાય છે, અસંયત અથવા સંયતાસંયત સમ્યગ્દષ્ટિને નહિ. સંતો-સાધુઓમાં પણ અપ્રમત્ત સંયતને જ થાય છે, પ્રમત્ત સંયતને નહિ. અપ્રમત્ત સાધુઓમાં પણ ઋદ્ધિપ્રાપ્તને જ થાય છે, ઋદ્ધિશૂન્યને નહિ.' એ રીતે મન:પર્યયજ્ઞાનના અધિકારીનું નવ્ય ન્યાયની શૈલીમાં પ્રતિપાદન કર્યા પછી સૂત્રકાર મન:પર્યયજ્ઞાનનું સ્વરૂપ-વર્ણન શરૂ કરે છે. મન:પર્યયજ્ઞાન બે પ્રકારનું હોય છે : ઋજુમતિ અને વિપુલમતિ. બંને પ્રકારના મન:પર્યયજ્ઞાનનો સંક્ષેપમાં ચાર દૃષ્ટિએ વિચાર કરવામાં આવે છે : ૧. દ્રવ્ય, ૨. ક્ષેત્ર, ૩. કાળ અને ૪. ભાવ. દ્રવ્યની અપેક્ષાએ ઋજુમતિ અનંતપ્રદેશી અનંત સ્કંધો (અણુસંઘાત)ને જાણે અને જુએ છે અને તેને જ વિપુલમતિ થોડું વધુ વિપુલ, વિશુદ્ધ તથા સ્પષ્ટ જાણે-જુએ છે (તે વેવ વિડતમરું કર્માફિયતરણ વિડનતરણ વિશુદ્ધતરણ વિનિમિતરાણ ના પાસç ) . ક્ષેત્રની અપેક્ષાએ ઋજુમતિ ઓછામાં ઓછું અંગુલના અસંખ્યાતમા ભાગ અને વધુમાં વધુ નીચે આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરી ભાગની નીચેના નાના પ્રતરો સુધી, ઉપર જ્યોતિષ્ક વિમાનના ઉપરી તલ પર્યત તથા તિર્ય-તિરછા મનુષ્ય-ક્ષેત્રની અંદર અઢી લીપ-સમુદ્રપર્યત અર્થાત પંદર કર્મભૂમિ, ત્રીસ અકર્મભૂમિ અને છપ્પન અંતરદ્વીપોમાં રહેલા સંજ્ઞી (સમનસ્ક) પંચેન્દ્રિય પર્યાપ્તક જીવોના મનોગત ભાવોને જાણે અને જુએ છે તથા વિપુલમતિ તેને જ અઢી અંગુલ વધુ, વિપુલતર, વિશુદ્ધતર તથા સ્પષ્ટતર જાણે-જુએ છે. કાળની અપેક્ષાએ ઋજુમતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગના ભૂત તથા ભવિષ્યને જાણે-જુએ છે અને વિપુલમતિ તેને જ કંઈક વધુ વિસ્તાર તથા વિશુદ્ધિપૂર્વક જાણે-જુએ છે. ભાવની અપેક્ષાએ ઋજુમતિ અનંત ભાવો (ભાવોનો અનંતમો ભાગ)ને જાણે-જુએ છે અને વિપુલમતિ તેને જ કંઈક વધુ વિસ્તાર તથા વિશુદ્ધિપૂર્વક જાણે-જુએ છે. સંક્ષેપમાં મન:પર્યયજ્ઞાન મનુષ્યોના ચિંતિત અર્થને પ્રગટ કરનાર છે, મનુષ્યક્ષેત્ર સુધી સીમિત છે તથા ચારિત્રયુક્ત પુરુષના ક્ષયોપશમ ગુણથી ઉત્પન્ન થનાર છે : मणपज्जवनाणं पुण, जणमणपरिचितिअत्थपागडणं ।। माणुसखित्तनिबद्धं, गुणपच्चइअं चरित्तवओ ॥ - સૂત્ર ૧૮, ગા. ૬૫. ૧. સૃ. ૧૭. ૨. સૂ. ૧૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy