________________
૨૦૨
અંગબાહ્ય આગમો નિવાસસ્થાને પાછા ફરી જવું જોઈએ. આમ ન કરવાથી પ્રાયશ્ચિત્તના ભાગીદાર થવું પડે છે.
અવગ્રહપ્રમાણપ્રકૃત સૂત્રમાં ગ્રંથકારે બતાવ્યું છે કે નિગ્રંથ-નિગ્રંથીઓએ ચારે બાજુ સવા વર્ગ યોજનાનો અવગ્રહ રાખીને ગ્રામ, નગર વગેરેમાં રહેવું કલ્પે છે. ચતુર્થ ઉદ્દેશઃ
ચતુર્થ ઉદેશમાં સાડત્રીસ સૂત્રો છે. પ્રારંભિક સૂત્રોમાં આચાર્યે બતાવ્યું છે કે હસ્તકર્મ, મૈથુન અને રાત્રિભોજન અનુદ્ધાતિક અર્થાત્ ગુરુપ્રાયશ્ચિત્તને યોગ્ય છે. દુષ્ટ, પ્રમત્ત અને અન્યોન્યકારક માટે પારાચિક પ્રાયશ્ચિત્તનું વિધાન છે. સાધર્મિક સૈન્ય, અન્ય ધાર્મિક સ્તન્ય અને હસ્તાતાલ (હસ્તાતાડન–મુષ્ટિ વગેરે દ્વારા પ્રહાર) અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તને યોગ્ય છે.
પંડક, વાતિક અને ક્લીબ પ્રવ્રયા માટે અયોગ્ય છે. એટલું જ નહિ, તેઓ મુંડન, શિક્ષા, ઉપસ્થાપના, સંભોગ (એક મંડળીમાં ભોજન), સંવાસ ઈત્યાદિ માટે પણ અયોગ્ય છે.
અવિનીત, વિકૃતિપ્રતિબદ્ધ અને અવ્યવશમિત-પ્રાકૃત (ક્રોધાદિ શાંત ન કરનાર) વાચના – સૂત્રો વગેરે ભણાવવા માટે અયોગ્ય છે. વિનીત, વિકૃતિવિહીન અને ઉપશાંતકષાય વાચના માટે સર્વથા યોગ્ય છે.
દુષ્ટ, મૂઢ અને વ્યગ્રાહિત (વિપરીત બોધમાં દઢ) દુઃસંજ્ઞાપ્ય છે અર્થાત મુશ્કેલીથી સમજાવવા પાત્ર છે. તેઓ ઉપદેશ, પ્રવ્રયા વગેરેના અધિકારી છે. અદુષ્ટ, અમૂઢ તથા અશ્રુગ્રાહિત ઉપદેશ વગેરેના અધિકારી છે." - નિર્ગથી ગ્લાન – ૨ણ અવસ્થામાં હોય તથા કોઈ કારણસર પોતાના પિતા, ભ્રાતા, પુત્ર વગેરેની સહાય લઈ ઉઠે-બેસે તો તેને ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત –
૧. વિનયપિટકના પારાજિક પ્રકરણમાં મૈથુનસેવન માટે પારાજિક પ્રાયશ્ચિત્તનું વિધાન છે.
પારાજિકનો અર્થ છે ભિક્ષુને ભિક્ષપણામાંથી હમેંશ માટે દૂર કરવો. ૨. ઉં. ૪, સૂ. ૪ (‘પ :' નપું, “વાતો' નામ થવા નિમિત્તતથા વા
काषायितं भवति तदा न शक्नोति वेदं धारयितुं यावन्न प्रतिसेवा कृता, 'क्लीब:' असमर्थः). વિનયપિટકના ઉપસંપદા અને પ્રવ્રજયા પ્રકરણમાં પ્રવ્રયાને માટે અયોગ્ય વ્યક્તિનો
વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે. ૩. ઉં. ૪, સૂ. ૫-૯, ૪. ઉં. ૪, સૂ. ૧૦-૧. ૫. ઉ. ૪, . ૧૨-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org