________________
દશાશ્રુતસ્કંધ
૧૭૭
(આચાર્ય વગેરેની સન્મુખ તિરસ્કારસૂચક શબ્દપ્રયોગ), ૬. સ્થવિરોપઘાત, ૭. ભૂતોપઘાત, ૮. સંજ્વલન (પ્રતિક્ષણ રોષ કરવો), ૯. ક્રોધ, ૧૦. પિશુન (પીઠ પાછળ નિંદા કરવી), ૧૧. સશંક પદાર્થો વિષયમાં નિઃશંક ભાષણ, ૧૨. અનુત્પન્ન નૂતન કલહોનું ઉત્પાદન, ૧૩. ક્ષમાપિત કલહોનું પુનરુદીરણ, ૧૪. અકાલસ્વાધ્યાય, ૧૫. સરજસ્ક પાણિ-પાદ, ૧૬. શબ્દકરણ (પ્રમાણથી વધુ શબ્દો બોલવા), ૧૭. ઝંઝાકરણ (ફૂટ પેદા થાય તેવા વચનોનો પ્રયોગ કરવો), ૧૮. કલહકરણ, ૧૯. સૂર્યપ્રમાણ ભોજનકરણ (સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ભોજનનું જ ધ્યાન રાખવું), ૨૦. એષણા-અસમિતિ (ભોજન વગેરેની ગવેષણામાં સાવધાની ન રાખવી).
શબલ-દોષો :
દ્વિતીય ઉદ્દેશમાં એકવીસ પ્રકારના શબલ-દોષોનું વર્ણન કરવામાં આવ્યું છે. વ્રત વગેરે સંબંધી વિવિધ દોષોને શબલ-દોષ કહે છે. શબલનો શબ્દાર્થ છે ચિત્રવર્ણ શવતં ર્ં વિત્રમ્ । પ્રસ્તુત ઉદ્દેશમાં વર્ણિત શબલ દોષો આવા છે ઃ ૧. હસ્તકર્મ, ૨. મૈથુનપ્રતિસેવન, ૩. રાત્રિભોજન, ૪. આધાકર્મગ્રહણ (સાધુ નિમિત્તે બનાવેલ આહાર વગેરેનું ગ્રહણ), પ. રાજપિંડગ્રહણ (રાજાને ત્યાંથી આહાર વગેરે ગ્રહણ કરવો), ૬. ક્રીત આદિ આહાર ગ્રહણ, ૭. પ્રત્યાખ્યાન અર્થાત્ ત્યજેલા પદાર્થોનો ભોગ, ૮. છ માસની અંદર ગણાંતરસંક્રમણ, ૯. એક માસની અંદર ત્રિ-ઉદકલેપન (એક માસની અંદ૨ ત્રણ વાર જળાશય, નદી વગેરે પાર કરવાં), ૧૦. એક માસની અંદર ત્રિ-માયાસ્થાનસેવન (એક માસની અંદર ત્રણ વાર માયાનું સેવન કરવું), ૧૧. સાગારિક અર્થાત્ સ્થાનદાતાને ત્યાંથી આહાર વગેરેનું ગ્રહણ, ૧૨. જાણી-બૂઝી જીવહિંસા કરવી, ૧૩. જાણીબૂઝી અસત્ય બોલવું, ૧૪. જાણી-બૂઝી ચોરી કરવી અર્થાત્ અનધિકૃત વસ્તુ ગ્રહણ કરવી, ૧૫. જાણી-બૂઝી પૃથ્વીકાયની હિંસા કરવી, ૧૬. જાણીબૂઝી સ્નિગ્ધ અને સરજસ્ક ભૂમિ ઉપર બેસવું-ઉઠવું, ૧૭. જાણી-બૂઝી ચિત્ત (સજીવ) શિલા વગેરે પર સૂવું-બેસવું, ૧૮. જાણી-બૂઝી મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ અને તૃણનું ભોજન કરવું, ૧૯. એક સંવત્સરાન્તર્ગત દશોદક્લેપન (એક વર્ષની અંદર દસ વાર જળાશય વગે૨ે પાર કરવાં), ૨૦. એક સંવત્સરાન્તર્ગત દસ માયાસ્થાનસેવન (એક વર્ષમાં દસ વાર માયાનું સેવન કરવું)૧, ૨૧. જાણી-બૂઝી સચિત્ત જળથી ખરડાયેલા હાથ વગેરેથી આહારનું ગ્રહણ અને ભોજન.
૧. ૧૯-૨૦માં નવમા અને દસમા દોષની કાલમાત્રા વધારવામાં આવી છે.
—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org