SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ અંગબાહ્ય આગમો કારણે ગર્વિષ્ઠ, યક્ષાભિભૂત, ઠુંઠો, લંગડો, આંધળો, બેડીમાં જકડેલો, કોઢિયો તથા ગર્ભિણી, બાલવન્સવાળી, છેડતી, પીસતી, કૂટતી અને કાંતતી સ્ત્રી પાસેથી ભિક્ષા ગ્રહણ ન કરવાનું વિધાન કરવામાં આવ્યું છે (૪૬૭-૬૮; ભાષ્ય ૨૪૧૨૪૭; નિર્યુક્તિ ૪૬૯-૪૭૪). નીચા બારણાંવાળા ઘરમાં ભિક્ષા ન ગ્રહણ કરવાનું વિધાન છે (૪૭૬; ભાષ્ય ૨૫૧-૨પ૬). પાત્રમાં નંખાયેલ ભિક્ષાપિંડ બરાબર જોઈ લેવો જોઈએ. સંભવ છે કે કોઈએ ઝેર, હાડકાં અથવા કાંટા વગેરે ભિક્ષામાં આપી દીધા હોય (૪૮૦). ભારે વસ્તુથી ઢાંકેલો આહાર ગ્રહણ ન કરવાનું વિધાન છે (૪૮૨). આગળ જતાં ભિક્ષા ગ્રહણ કરી નિવાસમાં પ્રવેશ કરવાની વિધિ (૫૦૦-૫૦૯), આલોચના-વિધિ (૫૧૩-૫૨૦), ગુરુને ભિક્ષા બતાવવી (પર૪૨૫), વૈયાવૃજ્ય (પ૩ર-પ૩૬) વગેરે પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ગ્રાસ-એષણાનું પ્રતિપાદન કરતાં (પ૩૯) સંયમનો ભાર વહન કરવા માટે જ સાધુઓએ આહાર લેવાનું વિધાન કરવામાં આવ્યું છે (૫૪૬). પ્રકાશયુક્ત સ્થાનમાં, મોટા મોઢાવાળા વાસણમાં, કૂકડીના ઈંડાના માપે કોળિયા બનાવી, ગુરુની પાસે બેસી આહાર ગ્રહણ કરવો (પપ૦). પ્રકાશમાં ભોજન કરવાથી ગળામાં હાડકાં- કે કાંટા વગેરે ફસાઈ જવાનો ડર રહેતો નથી (ભાષ્ય ૨૭૭). આગળ જ્યારે સાધુ ભિક્ષાટન માટે ગયા હોય તો વસતિના રખેવાળ સાધુએ શું કરવું જોઈએ (પપ૪), આહાર કરતી વખતે થંકવા વગેરે માટે તથા અસ્થિ, કાંટા વગેરે નાખવા માટે વાસણ રાખવાનું વિધાન (પ૬૫), ભોજનનો ક્રમ (ભાષ્ય ૨૮૩-૮૮), ભોજન-શુદ્ધિ (પ૭૬-પ૭૮), વેદનાના શમન માટે, વૈયાવૃત્ય માટે તથા સંયમ વગેરેના નિમિત્તે આહાર ગ્રહણ કરવો (પ૭૯-૮૦), આતંક, ઉપસર્ગ તથા તપ વગેરે માટે આહારનું અગ્રહણ (૫૮૧-૫૮૨), પરિષ્ઠાપનિકા – બચેલી ભિક્ષાના પરિત્યાગની વિધિ (પ૯૨-૫૯૭), ચંડિલ (શુદ્ધ ભૂમિ)માં મળનો ત્યાગ (૬૧૭-૬૨૩), આવશ્યક-વિધિ (૬૩૫-૩૭) તેમ જ આવશ્યક માટે કાળવિધિનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે (૬૩૮-૬૬૫). ઉપધિ : જિનકલ્પીઓ માટે બાર ઉપકરણ આ પ્રમાણે છે – પાત્ર, પાત્રબંધ, પાત્રસ્થાપન, પાત્રકેસરિકા (પાત્રમુખવસ્ત્રિકા), પટલ, રજસ્ત્રાણ, ગોચ્છક, ત્રણ પ્રચ્છાદક (વસ્ત્ર), રજોહરણ અને મુખવસ્ત્રિકા.' આમાં માત્રક અને ચોલપટ્ટ ૧. બૌદ્ધ ભિક્ષુઓના આઠ પરિષ્કાર નીચે મુજબ છે : ત્રણ ચીવર, એક પાત્ર, છરી (વાસિ), સૂચી, કાય-બંધન, પાણી ગળવાનું કપડું (કુંભકાર જાતક) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy