________________
(૧૨)
જાણીતા વિદ્વાન અને ગુજરાત યુનિવર્સિટીના પ્રાકૃત-પાલિ વિભાગના પૂર્વ-અધ્યક્ષ ડૉ. રમણીકભાઈ શાહને સોંપ્યુ.
આ રીતે પૂજ્ય આચાર્ય ભગવંતોના આશીર્વાદથી જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસના ૭ ભાગોના અનુવાદનું કાર્ય ચાલુ થયું. ભાગ ૧, ૨ અને ૪ના ગુજરાતી અનુવાદ-ગ્રંથો આ સાથે પ્રસિદ્ધ થઈ રહ્યા છે. બાકીના ભાગો પણ ટૂંક સમયમાં જ પ્રકાશિત થશે. વળી આ બધા ભાગોનો અંગ્રેજી અનુવાદ પણ પ્રકાશિત કરવાની અમારી ભાવના છે.
આ પ્રસંગે અમો પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરિજી મહારાજ તથા અન્ય મુનિ ભગવંતોનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
ગુજરાતી આવૃત્તિના માનદ્ સંપાદકો ડૉ. નગીનભાઈ શાહ અને ડૉ. રમણીકભાઈ શાહનો આ અનુવાદ કાર્ય હાથ ધરવા માટે આભાર માનીએ છીએ.
શ્રી પાર્શ્વનાથ શોધ સંસ્થાન, વારાણસી તથા તેના પૂર્વનિયામક ડૉ. સાગરમલજી જૈનનો અનુવાદનું પ્રકાશન કરવાની પરવાનગી આપવા માટે આભાર માનીએ છીએ.
ભાગ-૨ના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપવા બદલ શ્રી વિલેપાર્લા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચેરીટીઝ, વિલેપાર્લા(પૂર્વ), મુંબઈનો આભાર માનીએ છીએ.
ઉત્તમ છાપકામ માટે લેસર ઇમ્પ્રેશન્સવાળા શ્રી મયંક શાહ તથા માણિભદ્ર પ્રિન્ટર્સવાળા શ્રી કનુભાઈ ભાવસાર અને સુંદર સચિત્ર ટાઈટલ ડિઝાઈન માટે કીંગ ઇમેજ પ્રા. લી.ના ડાયરેક્ટર શ્રી જીવણભાઈ વડોદરિયાનો આભાર માનીએ છીએ.
તા. ૯-૩-૨૦૦૪
અમદાવાદ
Jain Education International
-અનિલભાઈ ગાંધી, મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ
For Private & Personal Use Only
www.jainelibrary.org