SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પ્રકરણ ઓઘનિર્યુક્તિ પિડનિયુક્તિની સાથે સાથે ઘનિયુક્તિ (ઓહનિસ્તુત્તિ)' ને પણ ચોથું મૂલસૂત્ર માનવામાં આવે છે. તેમાં સાધુસંબંધી નિયમો અને આચાર-વિચારનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે; વચ્ચે વચ્ચે અનેક કથાઓ આપવામાં આવી છે. એટલા માટે પિંડનિર્યુક્તિની માફક આવે પણ છેદસૂત્રોમાં ગણવામાં આવ્યું છે. ઓઘનિર્યુક્તિના કર્તા ભદ્રબાહુ છે. આના પર દ્રોણાચાર્યે વૃત્તિ લખી છે. તેમાં ૮૧૧ ગાથાઓ છે. નિર્યુક્તિ અને ભાષ્યની ગાથાઓમાં ભેળસેળ થઈ ગઈ છે. આ ગ્રંથમાં પ્રતિલેખન દ્વાર, પિંડ દ્વાર, ઉપધિનિરૂપણ, અનાયતનવર્જન, પ્રતિસેવના દ્વાર, આલોચના દ્વાર અને વિશુદ્ધિ દ્વારનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જૈન શ્રમણ સંઘના ઈતિહાસનું સંકલન કરવાની દષ્ટિએ આ ગ્રંથ મહત્ત્વપૂર્ણ છે. પ્રતિલેખના : પ્રતિલેખના એટલે સ્થાન વગેરેનું સારી રીતે નિરીક્ષણ કરવું તે. તેના દસ દ્વાર છે – અશિવ, દુર્મિક્ષ, રાજભય, ક્ષોભ, અનશન, માર્ગભ્રષ્ટ, મંદ, અતિશયયુક્ત, દેવતા અને આચાર્ય (૩-૭). દેવાદિજનિત ઉપવવને અશિવ કહે છે. અશિવના સમયમાં સાધુજનો દેશાંતરમાં ગમન કરી જાય છે. તેઓ કિનારીદાર વસ્ત્રો વગેરેનો ત્યાગ કરે છે અને અશિવોપદ્રવથી પીડિત કુળોમાંથી આહાર લેતા નથી (ભાષ્ય ૧૫-૨૨). દુભિક્ષનો ઉપદ્રવ થાય ત્યારે ગણભેદ કરીને રોગી સાધુને પોતાની સાથે રાખવાનું વિધાન છે (ભાષ્ય ર૩). રાજા અમુક કારણોસર કુપિતર થઈને જો સાધુનું ભોજન-પાન અથવા ઉપકરણો છીનવી લેવા તૈયાર થઈ જાય તો તેવી હાલતમાં સાધુ ગચ્છની સાથે જ રહે, પરંતુ જો તે તેનું જીવન અને ચારિત્ર નષ્ટ કરવા ઈચ્છે તો પછી એકાકી વિહાર કરે (ભાષ્ય ૨૩-૨૫). કોઈ નગર વગેરેમાં ક્ષોભ અથવા આકસ્મિક કષ્ટ ઉપસ્થિત થાય ત્યારે એકાકી વિહાર ૧. દ્રોણાચાર્યવિહિત વૃત્તિસહિત – આગમોદય સમિતિ, મહેસાણા, ઈ.સ. ૧૯૧૯; વિજયદાન - સૂરીશ્વર જૈન ગ્રંથમાળા, સૂરત, ઈ.સ. ૧૯૫૭. . ૨. જેમ કે જો કોઈ પંડિતમન્ય દુરાત્મા રાજા નિગ્રંથદર્શનનો નિંદક હોય અને સાધુ રાજપંડિતને વાદમાં પરાજિત કરી પોતાની વિદ્યાના બળથી રાજાના મસ્તક ઉપર પાટુ મારી અદશ્ય થઈ ... " જાય તો તે રાજાના કોપનું કારણ બની શકે છે. જુઓ – બૃહત્કલ્પભાગ, ૩. ૮૮૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy