SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ અંગબાહ્ય આગમો દધિ વગેરેનો ઉપયોગ સાધુઓ કરતા હતા (૪૮-૫૦). મિશ્ર પિંડમાં સૌવીર (કાંજી), ગોરસ, આસવ (મદ્ય), વેસન (જીરું, મીઠું વગેરે), ઔષધિ, તેલ વગેરે, શાક, ફળ, પુગલ (માંસ – ટીકા), લવણ, ગોળ અને ભાતનો ઉપયોગ થાય છે (૫૪). ઉદ્ગમદોષ : એષણા અર્થાત્ નિર્દોષ આહારની શોધ (૭૨-૮૪). ઉદ્ગમદોષો સોળ પ્રકારના છે – આધાકર્મ, ઔદેશિક, પૂતિકર્મ, મિશ્રજાત, સ્થાપના, પ્રાકૃતિકા, પ્રાદુષ્કરણ, ક્રીત, પ્રામિત્ય, પરિવર્તિત, અભ્યાહત, ઉભિન્ન, માલાપહત, આચ્છેદ્ય, અનિસૃષ્ટ અને અધ્યવપૂરક (૯૩). આધાકર્મ-દાનાદિ નિમિત્તે તૈયાર કરવામાં આવેલું ભોજન (૯૪-૨૧૭). ઔદેશિક-સાધુઓ માટે બનાવાયેલું ભોજન (૨૧૮-૨૪૨). પૂતિકર્મ – પવિત્ર વસ્તુમાં અપવિત્ર વસ્તુ ભેળવેલ ભોજન (૨૪૩-૨૭૦). મિશ્રજાત – સાધુ અને કુટુંબીજનો માટે એક જ ભોજન રાંધવું (૨૭૧-૨૭૬), સ્થાપના – સાધુને ભિક્ષામાં આપવા માટે રાખવામાં આવેલી વસ્તુ (૨૭૭-૨૮૩). પ્રાકૃતિકા – બહુમાનપૂર્વક સાધુને આપવામાં આવનારી વસ્તુ (૨૮૪-૨૯૧). પ્રાદુષ્કરણ – મણિ વગેરેનો પ્રકાશ કરીને અથવા ભીંત વગેરેને દૂર કરી પ્રકાશ કરી આપવામાં આવનારી વસ્તુ (૨૯૨-૩૦૫). ક્રીત – ખરીદેલી વસ્તુ ભિક્ષામાં આપવી (૩૦૬-૩૧૫). પ્રામિત્ય – ઉધાર લીધેલી વસ્તુ આપવી (૩૧૬-૩૨૨). પરિવર્તિત – બદલામાં લીધેલી વસ્તુ ભિક્ષામાં આપવી (૩૨૩-૩૨૮). અભ્યાહત – પોતાના અથવા બીજાના ગામમાંથી લાવેલી વસ્તુ (૩૨૯-૩૪૬). ઉભિન્ન – લેપ વગેરે કાઢી નાખીને મેળવેલી વસ્તુ (૩૪૭-૩પ૬). માલાપહૃત – ઉપર ચઢીને લવાયેલી વસ્તુ (૩૫૭-૩૬૫), આચ્છેદ્ય – બીજા પાસેથી છીનવીને આપેલી વસ્તુ (૩૬૬-૩૭૬). અનિસૃષ્ટ – જે વસ્તુના ઘણાબધા માલિકો હોય અને તેમની અનુમતિ વિના લેવામાં આવે તે (૩૭૭-૩૮૭). અધ્યવપૂરક – સાધુ માટે વિશેષ રૂપે ભોજન વગેરેનો પ્રબંધ કરવો (૩૮૮-૩૯૧). ઉત્પાદનદોષ : | ઉત્પાદનદોષના સોળ પ્રકાર છે – ધાત્રી, દૂતી, નિમિત્ત, આજીવ, વનીપક, ચિકિત્સા, ક્રોધ, માન, માયા, લોભ, પૂર્વસંસ્તવ-પશ્ચાતુસંસ્તવ, વિદ્યા, મંત્ર, ચૂર્ણ, યોગ અને મૂલકર્મ (૪૦૮-૪૦૯). ધાત્રીઓ પાંચ હોય છે– ક્ષીરપાત્રી, મજ્જનધાત્રી, મંડધાત્રી, ક્રીડનધાત્રી અને અંકધાત્રી. ભિક્ષા સમયે ધાત્રીનું કાર્ય કરીને ભિક્ષા પ્રાપ્ત કરવી તે ધાત્રી-પિંડદોષ છે. સંગમસૂરિ નાના બાળકની સાથે રમત કરીને ભિક્ષા લાવતા હતા, ખબર પડતાં તેમને પ્રાયશ્ચિત્ત કરવું પડ્યું (૪૧૦-૪૨૮). સમાચાર લઈ જઈને પ્રાપ્ત કરેલી ભિક્ષાને દૂતી-પિંડદોષ કહે છે. ધનદત્ત મુનિ આ રીતે ભિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy