________________
૧૫૬
અંગબાહ્ય આગમો
કરે, જો તે તરફ દૃષ્ટિ ચાલી પણ જાય તો જે રીતે સૂર્યને જોઈને લોકો દૃષ્ટિ સંકોચી લે છે તેવી જ રીતે ભિક્ષુએ પણ પોતાની દૃષ્ટિ પાછી ખેંચી લેવી જોઈએ (૫૫). જેનાં હાથ-પગ અને નાક-કાન કાપી નાખેલાં હોય અથવા જે સો વર્ષની વૃદ્ધા હોય તેવી સ્રીથી પણ ભિક્ષુએ દૂર જ રહેવું જોઈએ (૫૬). વિનય-સમાધિ પહેલો ઉદ્દેશ :
જેઓ ગુરુને મંદબુદ્ધિ, બાળક અથવા અલ્પજ્ઞાની સમજીને તેમની અવહેલના કરે છે તેઓ મિથ્યાત્વ પામીને ગુરુજનોની આશાતના કરે છે (૨). જો આશીવિષ સર્પ ક્રોધાયમાન થાય તો પ્રાણોના નાશથી વધુ બીજું કંઈ કરી શકતો નથી પરંતુ જો આચાર્યપાદ અપ્રસન્ન થાય તો અબોધિને કારણે જીવને મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી (૫). ગુરુઓની આશાતના કરનાર એવા પુરુષ જેવો છે જે અગ્નિને પોતાના પગેથી કચડી બુઝાવવા ઈચ્છે છે, આશીવિષ સર્પને ગુસ્સે કરે છે અથવા જે જીવવાની ઈચ્છા માટે હળાહળ વિષનું પાન કરે છે (૬). જે ગુરુની સમીપે ધર્મપદ વગેરેનું શિક્ષણ મેળવ્યું હોય તેમનો સદા વિનય કરવો અને મસ્તક પર અંજલિ ધારણ કરી મન, વચન અને કાયાથી તેમનો સત્કાર કરવો (૧૨). જેવી રીતે નક્ષત્ર અને તારાગણ વડે કાર્તિકી પૂર્ણિમાનો ચંદ્ર મેઘરહિત આકાશમાં શોભા પ્રાપ્ત કરે છે, તે જ રીતે ભિક્ષુઓની વચ્ચે આચાર્ય (ગણિ) શોભાયમાન થાય છે (૧૫). વિનયસમાધિ બીજો ઉદ્દેશ :
ધર્મનું મૂળ વિનય છે અને તેનું સર્વોત્કૃષ્ટ ફળ મોક્ષ છે (૨). જેવી રીતે જળના પ્રવાહમાં પડેલ લાકડું આમ-તેમ ગડથોલાં ખાય છે તેવી જ રીતે ક્રોધી, અભિમાની, દુર્વચન બોલનાર, કપટી, ધૂર્ત અને અવિનીત શિષ્ય સંસારના પ્રવાહમાં તણાતો જાય છે (૩). જે આચાર્ય અને ઉપાધ્યાયોની સેવા-સુશ્રૂષા કરે છે તેમનું જ્ઞાન જળથી સીંચાતાં વૃક્ષોની માફક વધતું જાય છે (૧૨). શિષ્યે પોતાની શય્યા, સ્થાન અને આસન ગુરુથી નીચા રાખવાં જોઈએ, વિનયપૂર્વક તેમની ચરણવંદના કરવી જોઈએ અને તેમને અંજલિ આપવી જોઈએ (૧૭). અવિનીત શિષ્યને વિપત્તિ અને વિનીતને સંપત્તિ પ્રાપ્ત થાય છે, જેણે આ બે વાતો સમજી લીધી છે તે જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે (૨૧).
વિનયસમાધિ ત્રીજો ઉદ્દેશ :
ધન વગેરેની પ્રાપ્તિની આશાથી મનુષ્ય લોઢાના તીક્ષ્ણ કાંટા સહન કરવા માટે સમર્થ થાય છે, પરંતુ કાનમાં બાણની જેમ ભોંકાના૨ કઠોર વચનોને જે સહન કરે છે તે પૂજ્ય છે (૬). ગુણોને કારણે સાધુ કહેવાય છે અને ગુણોના અભાવમાં
Jain Education International
―
For Private & Personal Use Only
www.jainelibrary.org