________________
દશવૈકાલિક
૧૪૯
વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી અને શયન આ બધાંનો જે સ્વેચ્છાએ ભોગ કરતો નથી તે ત્યાગી છે (૨). સમભાવનાપૂર્વક સંયમનું પાલન કરવા છતાં પણ ક્યારેક મન આમ-તેમ ભટકવા માંડે, તે સમયે એવો જ વિચાર કરે કે ન તે મારી છે અને ન હું તેનો છું (૪). અગંધન સર્પ અગ્નિમાં સળગીને પોતાનો પ્રાણ ત્યજી દેશે પરંતુ વમન કરેલા વિષનું ક્યારેય પાન કરશે નહિ (૬). ક્ષુલ્લિકાચાર-કથા :
નિગ્રંથ મહર્ષિઓ માટે નિમ્નલિખિત વસ્તુઓ અનાચરણીય બતાવવામાં આવી છે – ઔદેશિક ભોજન, ખરીદીને લીધેલું ભોજન, આમંત્રણ સ્વીકારીને મેળવેલું ભોજન, ક્યાંકથી લાવવામાં આવેલું ભોજન, રાત્રિભોજન, સ્નાન, સુગંધી પદાર્થો, માળા, વ્યજન (પંખા) વડે હવા નાખવી, સંગ્રહ કરવો, ગૃહસ્થના પાત્રનો ઉપયોગ ક૨વો, રાજપિંડનું ગ્રહણ કરવું, સંબાધન (શરીર વગેરે દબાવરાવવું), દંતધાવન, ગૃહસ્થને કુશળપ્રશ્ન પૂછવો, દર્પણમાં મોં જોવું, અષ્ટાપદ (ચોપાટ), નાલી (એક પ્રકારનો જુગા૨), છત્રધારણ, ચિકિત્સા કરાવવી, ઉપાનહ (જોડાં) પહેરવાં, આગ પેટાવવી, નિવાસસ્થાન આપનારનો આહાર લેવો, આસન પર બેસવું, પલંગ ૫૨ સૂવું, બે ઘરોની વચ્ચે રહેવું, શરીર માલીશ કરાવવું, ગૃહસ્થની વૈયાવૃત્ય કરવી, ગૃહસ્થને પોતાના જાતિ, કુળ વગેરેની સમાનતા બતાવી ભિક્ષા ગ્રહણ કરવી. અપ્રાસુક જળનું સેવન કરવું, ક્ષુધા વગેરેથી આતુર થઈ પહેલાં ભોગવેલા ભોગોનું સ્મરણ કરવું, સચિત્ત મૂળા, શ્રૃંગબેર (આદું) અને શેરડીનું સેવન કરવું, સચિત્ત કંદ, મૂળ, ફળ અને બીજનું સેવન કરવું, સચિત્ત સૌવર્ચલ (એક પ્રકારનું મીઠું), સૈન્ધવ, લવણ, રૂમા લવણ, સમુદ્રનું મીઠુ, પાંશુક્ષાર (એક પ્રકારનું મીઠું) અને કાળા મીઠાનું સેવન કરવું, વસ્ત્ર વગેરેને સુગંધી ધૂપ આપવો, વમન, બસ્તિકર્મ, વિરેચન, અંજન લગાડવું, દાતણ કરવું, શરીરમાં તેલ વગેરેની માલીશ કરવી અને શરીરને વિભૂષિત કરવું (૨-૯), જે ગ્રીષ્મ ઋતુમાં આતાપના લે છે, શીત ઋતુમાં પ્રાવરણરહિત બનીને તપ કરે છે અને વર્ષા ઋતુમાં એક સ્થાન પર રહે છે તેઓ યત્નશીલ ભિક્ષુ કહેવાય છે (૨૨).
ષડ્જવનિકાય :
આ
પૃથ્વીકાય, અપ્લાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય છ જીવનિકાય છે. ત્રસ જીવોમાં અંડજ, પોતજ, જરાયુજ, રસજ (રસમાંથી પેદા થનારા), સંસ્વેદજ (પ્રસ્વેદથી ઉત્પન્ન થનારા), સંમૂર્ચ્છન, ઉદ્ભિજ અને ઉપપાતજ
૧.
૭-૧૦ ગાથાઓની ઉત્તરાધ્યયનના ૨૨મા અધ્યયનની ૪૨-૪૬ ગાથાઓ સાથે સરખામણી કરો.
અં.આ. -૧૨
Jain Education International
–
For Private & Personal Use Only
www.jainelibrary.org