SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર. અંગબાહ્ય આગમો હે ભગવન્! હું સંયત નામે રાજા છું, આપનું સંભાષણ સાંભળવા ઈચ્છું છું. આપનો ક્રોધ કરોડો મનુષ્યોને ભસ્મ કરવા માટે સમર્થ છે. મુનિ – હે રાજન્ ! તું નિર્ભય બન અને આજથી તું બીજાઓને પણ અભયદાન આપ. આ ક્ષણભંગુર સંસારમાં તું શા માટે હિંસામાં આસક્ત બને છે? સ્ત્રી, પુત્ર, મિત્ર, બાંધવ જીવતેજીવ જ સાથ આપે છે, મરી ગયા પછી કોઈ સાથે આવતું નથી. જેવી રીતે પિતૃવિયોગથી દુ:ખી પુત્ર પિતા મરી જાય ત્યારે તેને સ્મશાનમાં લઈ જાય છે, તેવી જ રીતે પિતા પણ પુત્ર મરી જાય ત્યારે તેને સ્મશાનમાં લઈ જાય છે. એટલા માટે હે રાજન ! તું તપનું આચરણ કર. | મુનિનો ઉપદેશ સાંભળી રાજા અત્યંત પ્રભાવિત થયો અને તેણે પોતાના રાજ્યનો ત્યાગ કરી શ્રમણ-દીક્ષા ગ્રહણ કરી. સંયત મુનિનો એક ક્ષત્રિય રાજર્ષિ સાથે સંવાદ થાય છે. આ સંવાદમાં ભરત, સગર, મઘવા, સનકુમાર, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મહાપદ્મ, હરિપેણ અને જય નામના ચક્રવર્તીઓ તથા દશાર્ણભદ્ર, નમિ, કરકંડુ, દ્વિમુખ, નગ્નજિત્, ઉદ્દાયન, કાશીરાજ, વિજય અને મહાબલ નામે રાજાઓના દીક્ષિત થવાનો ઉલ્લેખ છે (૧-૧૪).૧ મૃગાપુત્રીય સુગ્રીવ નગરમાં બલભદ્ર નામનો રાજા રાજય કરતો હતો. તેની પટરાણીનું નામ મૃગા હતું. તેને મૃગાપુત્ર નામે પુત્ર હતો. એકવાર રાજકુમાર મૃગાપુત્ર પોતાના મહેલના ઝરૂખામાં બેઠો બેઠો નગરની શોભાનું નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યારે તેને એક તપસ્વી નજરે પડ્યો. એકધારી નજરે તેને જોતાં જોતાં મૃગાપુત્રને પોતાના પૂર્વભવનું સ્મરણ થઈ આવ્યું. વિષયભોગો પ્રત્યે વૈરાગ્ય અને સંયમમાં રાગ ધારણ કરતો પોતાના માતા-પિતા પાસે પહોંચી મૃગાપુત્ર આમ કહેવા લાગ્યો – મૃગાપુત્ર – મેં પૂર્વભવમાં પાંચ મહાવ્રતોનું પાલન કર્યું છે, નરક અને તિર્યંચયોનિ દુઃખોથી ભરેલ છે, એટલા માટે હું સંસારસમુદ્રથી વિરક્ત થવા માગું છું. આપ મને વ્રજ્યા ગ્રહણ કરવાની અનુમતિ આપો. હે માતા-પિતા ! વિષફળ સમાન કડવા ફળ આપનાર અને નિરંતર દુઃખદાયી વિષયોનું મેં યથેચ્છ સેવન કર્યું છે. અસાર, વ્યાધિ અને રોગોનું ઘર તથા જરા અને મરણથી વ્યાપ્ત આ શરીરમાં ક્ષણભર માટે પણ સુખ મળતું નથી. જેવી રીતે ઘરમાં આગ લાગવાથી ઘરનો માલિક બહુમૂલ્ય ૧. જુઓ – જગદીશચન્દ્ર જૈન, લાઈફ ઈન એન્સિયન્ટ ઈન્ડિયા, પૃ. ૩૭૧-૭૬ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy