________________
૧૨૮
અંગબાહ્ય આગમો કર્મ ઈંધણ છે, સંયમ શાંતિમંત્ર છે – આ સાધનો વડે યજ્ઞ કરવાને ઋષિઓએ પ્રશસ્ત માનેલ છે.૧ (૧-૪૭). ચિત્ત-સંભૂતીય :
ચિત્ત અને સંભૂતિ પૂર્વજન્મમાં ચાંડાલપુત્રો હતા. સંભૂતિએ કાંપિલ્યપુરમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી રૂપે જન્મ લીધો અને ચિત્તે મુનિવ્રત ધારણ કર્યું. બ્રહ્મદત્તે પોતાના પૂર્વજન્મના ભાઈ ચિત્તને મુનિરૂપે જોઈને તેને વિષય-ભોગ ભોગવવા માટે નિમંત્રણ આપ્યું, પરંતુ ચિત્તે ઉલટો તેને જ ઉપદેશ આપ્યો – - હે રાજન ! બધાં ગીતો વિલાપ સમાન છે, નૃત્યો માત્ર વિડંબના છે, આભૂષણો ભારરૂપ છે અને કામસુખો દુ:ખ આપનાર છે (૧૬), પુણ્યના ફળથી જ તું મહા સમૃદ્ધિશાળી બન્યો છે, એટલા માટે છે નરેન્દ્ર ! તું ક્ષણિક ભોગોનો ત્યાગ કરી પ્રવ્રજ્યા ગ્રહણ કર (૨૦). જેવી રીતે સિંહ મૃગને પકડીને લઈ જાય છે તેવી જ રીતે અંતસમયે મૃત્યુ મનુષ્યને પકડી લે છે. તે સમયે તેના માતા-પિતા અને ભાઈઓ વગેરે કોઈપણ તેની રક્ષા કરી શકતા નથી (૨૨). મૃત્યુ થયા પછી નિર્જીવ શરીરને ચિતા પર ગોઠવી અને તેને અગ્નિ વડે સળગાવી ભાર્યા, પુત્રો અને સગા-સંબંધી બધા લોકો ઘરે પાછા ફરે છે (૨૫).
રાજા બ્રહ્મદત્તે વિષય-ભોગોનો ત્યાગ કરવાનું અસામર્થ્ય બતાવતાં જવાબ આપ્યો –
ધર્મને જાણવા છતાં પણ હું કામ-ભોગોનો ત્યાગ કરી શકતો નથી (૩૯). કાદવમાં ફસાયેલો હાથી જેમ કિનારાને જોવા છતાં ત્યાં જઈ શકતો નથી, તે જ રીતે કામ-ભોગોમાં આસક્ત તેવો હું સાયુમાર્ગ ગ્રહણ કરી શકતો નથી (૩૦).
ચિત્ત – આયુષ્ય વ્યતીત થઈ રહ્યું છે, રાત્રીઓ જલદી-જલદી વીતી રહી છે, વિષય-ભોગો ક્ષણસ્થાયી . જેવી રીતે ફળરહિત વૃક્ષને છોડીને પક્ષીઓ ચાલ્યા જાય છે, તેવી જ રીતે વિષય-ભોગો પુરુષને છોડી દેશે (૩૯). હે રાજન ! જો તું વિષય-ભોગોને છોડવા માટે અસમર્થ છે તો ઓછામાં ઓછું તું સારા કર્મો તો કર્યા કર. પોતાના ધર્મમાં સ્થિર થઈને જો તું પ્રજા પર અનુકંપા રાખીશ તો પછીના જન્મમાં દેવજાતિમાં જન્મ લઈશ (૩૨).
૧. સરખાવો – ખાસ કરીને ઉત્તરાધ્યયનની ૬-૭, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૮ ગાથાઓ સાથે
માતંગ જાતકની ૧, ૩, ૪, ૫, ૮ ગાથાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org