________________
મૂલસૂત્રો
પ્રથમ પ્રકરણ
ઉત્તરાધ્યયન
1
બાર ઉપાંગોની માફક મૂલસૂત્રોનો ઉલ્લેખ પણ પ્રાચીન આગમ ગ્રંથોમાં મળતો નથી. આ ગ્રંથોને મૂલસૂત્ર શા માટે કહેવામાં આવતાં હતાં, તેનું પણ સ્પષ્ટીકરણ મળતું નથી. જર્મન વિદ્વાન જાર્લ શાર્પેન્ટિયરના કથન અનુસાર આ મહાવીરે કહેલાં સૂત્રો હતાં, તેથી તેમને મૂલસૂત્ર કહેવામાં આવેલ છે. પરંતુ આ કથન બરાબર જણાતું નથી. મૂલસૂત્રોમાં ગણવામાં આવતું દશવૈકાલિક સૂત્ર શય્યભવસૂરિ પ્રણીત માનવામાં આવે છે. ડૉ. શુક્લિંગનું કથન છે કે આ ગ્રંથોમાં સાધુ-જીવનના મૂલભૂત નિયમોનો ઉપદેશ હોવાના કારણે તેમને મૂલસૂત્ર કહેવામાં આવેલ છે. ફ્રાન્સના વિદ્વાન પ્રો. ગેરીનોના મત મુજબ આ સૂત્રો પર અનેક ટીકા-ટિપ્પણો લખાયાં છે, આથી આ સૂત્રોને મૂલસૂત્ર કહેવામાં આવેલ છે.
મૂલસૂત્રોની સંખ્યા :
આગમોની સંખ્યામાં મતભેદ હોવાનો ઉલ્લેખ બાર ઉપાંગોના પ્રકરણમાં આવી ચૂક્યો છે. મૂલસૂત્રોની સંખ્યામાં પણ મતભેદ મળી આવે છે. કેટલાક લોકો ઉત્તરાધ્યયન, આવશ્યક અને દશવૈકાલિક - આ ત્રણ સૂત્રોને જ મૂલસૂત્ર માને છે, પિંડનિર્યુક્તિ અને ઓનિર્યુક્તિને મૂલસૂત્રોમાં ગણતા નથી. તેમના મત અનુસાર પિંડનિર્યુક્તિ, દશવૈકાલિકનિયુક્તિના આધારે અને ઓઘનિર્યુક્તિ આવશ્યક
૧. સહુ પ્રથમ ભાવપ્રભસૂરિએ જૈનધર્મવરસ્તોત્ર (શ્લોક ૩૦)ની ટીકા (પૃ. ૪૪)માં નિમ્નલિખિત મૂલસૂત્રોનો ઉલ્લેખ કર્યો છે : અથ ઉત્તરાધ્યયન o, આવશ્ય૨, પિઙનિવુંત્તિ તથા ओघनियुक्ति ३, दशवैकालिक ४, इति चत्वारि मूलसूत्राणि । પ્રો. એચ. આર. કાપડિયા, હિસ્ટરી ઓફ ધી કેનનીકલ લિટરેચર ઓફ ધી જૈન્સ, પૃ. ૪૩ (ફુટનોટ).
=
૨. જૈન તત્ત્વપ્રકાશ (પૃ. ૨૧૮)માં કહેવામાં આવ્યું છે કે
આ ગ્રંથો સમ્યક્ત્વના મૂળને દૃઢ કરે છે અને સમ્યક્ત્વમાં વૃદ્ધિ કરે છે, એટલા માટે તેમને મૂલસૂત્ર કહેવામાં આવે છે - એજન, પૃ. ૪૩.
3. भावस्सुवगारित्ता एत्थं दव्वेसणाइ अहिगारो ।
तीइ पुण अत्थजुत्ता वत्तव्वा पिंडनिज्जुत्ती ॥ २३९ ॥
Jain Education International
- હરિભદ્રસૂરિ-વૃત્તિ, પૃ. ૩૨૭-૮.
For Private & Personal Use Only
www.jainelibrary.org