SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ અંગબાહ્ય આગમો મહાવિદેહક્ષેત્ર અને ગંધમાદન નામક પર્વતનું વર્ણન (૮૫-૮૬), ઉત્તરકુરમાં યમક પર્વત (૮૭-૮૮), જંબૂવૃક્ષનું વર્ણન (૯૦), મહાવિદેહમાં માલવંત પર્વત (૯૧), મહાવિદેહમાં કચ્છ નામક વિજયનું વર્ણન (૯૩), ચિત્રકૂટનું વર્ણન (૯૪), બાકીના વિજયોનું વર્ણન (૯૫), દેવગુરુનું વર્ણન (૯), મેરુપર્વતનું વર્ણન (૧૦૩), નંદનવન, સોમનસવન વગેરેનું વર્ણન (૧૦૪-૧૦૬), નીલપર્વતનું વર્ણન (૧૧૦), રમ્યક, હૈરણ્યવત અને ઐરાવત ક્ષેત્રનું વર્ણન (૧૧૧). પાંચમો વક્ષસ્કાર : આમાં આઠ દિકુમારીઓ દ્વારા તીર્થકરનો જન્મોત્સવ ઉજવવાનો ઉલ્લેખ છે. આ દેવીઓ ચાર આંગળ છોડીને તીર્થંકરની નાભિનાળ કાપે છે અને પછી ખાડો ખોદી તેમાં દાટી દે છે. તે ખાડાની ઉપર દુર્વા વાવે છે અને કદલીનાં વૃક્ષો રોપે છે. આ કદલીગૃહમાં બનાવેલ ચતુઃ શાળામાં એક સિંહાસન સ્થાપિત કરવામાં આવે છે. તીર્થકર અને તેમની માતાને આ સિંહાસન પર બેસાડીને તેમને સ્નાન કરાવવામાં આવે છે અને પછી તેમને વસ્ત્રાલંકાર વડે વિભૂષિત કરવામાં આવે છે. ગોશીષચંદનનાં કાષ્ટ સળગાવીને ભૂતિકર્મ કરવામાં આવે છે, નજરથી બચાવવા માટે રક્ષાપોટલી બાંધવામાં આવે છે અને પછી બાળકના દીર્ધાયુની કામના માટે બે ગોળ પત્થરના ટુકડા તીર્થકરના કાનમાં વગાડવામાં આવે છે (૧૧૨-૧૧૪). ઈંદ્ર તીર્થકરના જન્મના સમાચાર મળતાં પોતાના સેનાપતિ નૈગમેલીને બોલાવીને સુધર્માસભામાં ઘોષણા કરવાનું કહે છે અને પાલક વિમાન સજ્જ કરવાની આજ્ઞા આપે છે (૧૧૫-૧૧૬). ઈન્દ્રનું પરિવારસહિત આગમન થાય છે અને તે પાંડુકવનમાં અભિષેકશિલા પર તીર્થકરને અભિષેક માટે લઈ જાય છે (૧૧૭). ઈશાનેન્દ્ર વગેરે દેવોનું આગમન થાય છે અને જલધારા વડે બાળકનો અભિષેક કરવામાં આવે છે (૧૧૮-૧૨૨). પછી બાળકને મા પાસે પાછો પહોંચાડવામાં આવે છે (૧૨૩). છઠ્ઠો વક્ષસ્કાર : જંબુદ્વીપમાં સાત ક્ષેત્રો (વર્ષ) છે – ભરત, ઐરાવત, હૈમવત, હિરણ્યવત, હરિ, રમ્યક અને મહાવિદેહ. જંબૂદ્વીપમાં ત્રણ તીર્થો છે – માગધ, વરદામ અને પ્રભાસ (૧૨૫). ૧. મથુરામાં નૈગમેષની મૂર્તિઓ મળી છે. કલ્પસૂત્ર (૨.૨૬)માં પણ હરિશૈગમેષીનો ઉલ્લેખ છે. અહીં તેણે દેવાનંદા બ્રાહ્મણીને અવસ્થાપિની વિદ્યા વડે સુવડાવીને મહાવીરનું હરણ કર્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy