SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ (IV). ઇંચની આધ્યાત્મિક ચેતનાને જાગ્રત કરતી પ્રતિમાઓ સુંદર પવાસણ ઉપર બિરાજમાન છે. તેમજ ડોમની ગોળાઈમાં ચારે દિશામાં કુલ ૨૭-૨૭ના વિભાગમાં, જુદાં જુદાં નામોથી વર્તમાનમાં પ્રસિદ્ધ કુલ ૧૦૮ શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિઓ થાંભલા વિનાની, ઝૂલતી કમાનો ઉપર રહેલ ઘુમ્મટવાળી જુદીજુદી મીની (નાનીશી) દેવકુલિકામાં પ્રતિષ્ઠિત કરેલ છે. દરેક પ્રભુની પલાઠીમાં શ્રી સમવસરણ મંદિરના પ્રતીક સહિત લાંછનો કળામયતાથી કોતરવામાં આવેલ છે. આ રીતે એક સાથે થતા ૨૪+ ૧૦૮ =૧૩૨ પ્રભુના દર્શનથી જીવન-મન પાવન બની જાય છે. આ છે મહામંદિરનું આંતરદર્શન પ્રભુદર્શનથી પાવન પથિક પ્રાણપ્યારાં એવા ઐતિહાસિક તીર્થોનાં દર્શન કરવા બહાર આવે છે. જયાં સામેની ગોળાઈમાં ૨૭-૨૭ના ૪ વિભાગમાં ભારતભરનાં ૧૦૮ તીર્થનાં જિનાલયો, તેના મૂળનાયક ભગવાન, તેનો ઈતિહાસ અને પરિચય સાથે, જે તે તીર્થોમાં જઈને લીધેલ આબેહૂબ તસ્વીરો આધુનિક લેમિનેશન પદ્ધતિથી આરસ પર મૂકવામાં આવેલ છે. શ્રી ગિરિરિજથી શરૂ કરી રાજ્યવાર ગોઠવેલ ૧૦૮ તીર્થપટ્ટોના દર્શનથી દર્શક જાણે તે તીર્થોની યાત્રા કર્યાનો સંતોષ અનુભવે છે. તે તીર્થપટ્ટોની સામેની ગોળાઈમાં પ્રભુ શ્રીવીરના સમયથી આજદિન સુધીમાં થયેલાં. ધર્મ-સંઘ-દેશ અને સમાજ માટે પોતાનું આગવું સમર્પણ કરનાર પુણવંત એવા ૨૭ સાધુ, ૨૭ સાધ્વીજી, ૨૭ શ્રાવક અને ૨૭ શ્રાવિકાનાં ચિત્રો પણ આરસ ઉપર લેમિનેશન કરી મૂકવામાં આવ્યાં છે. અત્યારે પણ ઇતિહાસનાં પાનાં ઉકેલતાં જાણવા મળેલ ઐતિહાસિક હકીક્તો દ્વારા આ ચિત્રો જે રીતે બેનમૂન તૈયાર કરેલાં છે, તે જોતાં લાગે છે કે આ ચિત્રપટ્ટો લાગવાથી આ મહામંદિરની દર્શનીયતા/ઐતિહાસિક્તાનો ઘણો જ વધારો થયો છે અને સાથે સાથે જૈન ઇતિહાસમાં એક સુવર્ણપૃષ્ઠનો ઉમેરો થયો છે. મહામંદિરમાં શિલ્યની સાથે સાહિત્યનું ગઠન સમવસરણ મંદિરના અંદરના ચાર દરવાજા ઉપર તીર્થંકર પ્રભુના ચાર વિશિષ્ટ વિશેષણોને દર્શાવતા - (૧) મહામાયણ; (૨) મહાગોપ; (૩) મહાસાર્થવાહ; (૪) મહાનિર્ધામકનાં દશ્યો કલાત્મક રીતે કંડાર્યા છે. વળી ચારે દિશાના ચાર મુખ્ય દરવાજાની આજુબાજુના બે-બે બ્લૉક (રૂમ) કુલ આઠ બ્લૉક સુંદર નકશીકામનાં દ્વારોથી શણગાર્યા છે. પહેલા-બીજા દ્વારમાં ૧૬ વિદ્યાદેવીના, ત્રીજા દ્વારમાં શુભ શુકન, ચોથા દ્વારમાં ચાર શરણ, ચાર સાધન અને ચાર પ્રકારનાં દાનના; પાંચમા-છઠ્ઠા દ્વારમાં નવકાર-વજપંજરની વિવિધ મુદ્રાના અને નવકારના પદોનાં પ્રતીકો, સાતમા દ્વારમાં આઠ પ્રતિહાર્ય અને આઠમા દ્વારમાં અષ્ટમંગલના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy