SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ DS (૧૧) મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. (૧૨) અઘટિત કૃત્યો થયાં હોય તો શરમાઈને મન, વચન, * કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. (૧૩) આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકો. (૧૪) ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ. (૧૫) પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. – શ્રીમદ્ રાજચંદ્રજી પ્રભુમય જીવન, એક વ્યક્તિએ ગાંધીજી પરના પત્રમાં આ પ્રમાણે લખ્યું હતું કે મને એક સ્વપ્ન આવ્યું હતું. તેમાં મેં જોયું તો આપ હવે આ દુનિયાના થોડા દિવસોના જ મહેમાન છો. આ સ્થિતિમાં આપે આપની સર્વ પ્રવૃત્તિઓ સંકેલી લેવી જોઈએ અને આપના આયુષ્યના આ અંતિમ દિવસો પ્રભુભજનમાં વિતાવવા જોઈએ. ગાંધીજીએ આ વ્યક્તિને જવાબમાં જણાવ્યું કે ભાઈશ્રી, તમારું કહેવું ઠીક છે. પરંતુ આપણે આપણા જીવનની માત્ર અંતિમ ક્ષણો જ શા માટે પ્રભુસ્મરણમાં વિતાવવી જોઈએ? આખું જીવન બેદરકાર રહીએ અને ઘડપણમાં ગોવિંદ ગાવા બેસીએ એ વિચાર જ ખોટો છે. મોતનો ભરોસો શો? ખરું પૂછો તો જીવનની પ્રત્યેક ક્ષણ અંતિમ ક્ષણ નીવડી શકે છે; એટલે આમ માનીને, તે આપણે આપણું સમગ્ર જીવન જ પ્રભુમય કાં ન બનાવીએ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary
SR No.001304
Book TitleJivan Safar
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah, Sureshbhai Rawal
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy