________________
923
ત્રિએ શું કહ્યું હશ
એક પ્રેમાળ દંપતીની વાત છે. આમ તો બધી રીતે એ સુખી ૐ હતાં, પણ સંતાનની એમને ખોટ હતી.
પણ, લગ્ન પછી અગિયાર વરસે એમને ત્યાં પુત્રનો જન્મ થયો. બન્નેની ખુશીનો પાર ન હતો.
પતિ એકવાર સવારે ઑફિસે જવા નીકળતો હતો ત્યારે તેણે દવાની ખુલ્લી પડેલી બોટલ જોઈ. તે ઉતાવળમાં હોવાથી પત્નીને કહ્યું, ‘આ બોટલ બંધ કરીને તરત કબાટમાં મૂકી દેજે.’ રસોઈના કામની ધમાલમાં પત્ની બોટલની વાત સાવ ભૂલી * જ ગઈ!
દરમ્યાન, એમના બે વરસના દીકરાએ એ બોટલ જોઈ. બાળસહજ કુતૂહલથી તેણે બોટલ હાથમાં લીધી અને રંગીન *પ્રવાહીને શરબત માની ગટગટાવી ગયો. બોટલમાંની દવા તે બાળક પર ભારે ઝેરી અસર કરે તેવી હતી.
પત્ની રસોડામાંથી બહાર આવી તો બાળકને બેભાન • અવસ્થામાં પડેલું જોયું અને બાજુમાં દવાની ખાલી બોટલ જોઈ મેં એના ગભરાટનો પાર ન રહ્યો. બાળકને તે તાત્કાલિક ટેક્સીમાં હૉસ્પિટલ લઈ ગઈ.
ડૉક્ટર સારવાર શરૂ કરે એ પહેલાં તો બાળકના પ્રાણ ઊડી ગયા. બાળકની મા ડઘાઈ ગઈ અને પતિને શું જવાબ આપવો એની એને ફિકર થવા માંડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org