________________
કો
923
#
સા
ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ચીની મુસાફર ફાહિયાન ભારતમાં આવ્યો હતો. ફરતાં ફરતાં તે મગધમાં જઈ ચડ્યો. મગધનું વ્યવસ્થિત સામ્રાજ્ય જોઈને તે આભો બની ગયો હતો.
એને જ્યારે ખબર પડી કે આનો નિર્માતા ચાણક્ય છે ત્યારે એ ચાણક્યનો મહેલ શોધવા નીકળ્યો. એને એમ હતું કે ચાણક્ય સંગેમરમરના મહેલમાં રહેતો હોવો જોઈએ. એણે કોઈકને પૂછ્યું “ ત્યારે એને ખબર પડી કે ચાણક્ય કોઈ રાજમહેલમાં નથી રહેતો, પણ ગામ બહાર નાની ઝૂંપડીમાં રહે છે ત્યારે એક ક્ષણ માટે તો આ વાતને માનવા એ તૈયાર ન હતો. જે મગધના સુખી સામ્રાજ્યનો નિર્માતા હોય તે પોતે ઝૂંપડીમાં રહે ? અશક્ય.
બે-ત્રણ સ્થાનેથી ચોક્કસ નિર્ણય થયા બાદ એ ચાણક્યની ઝૂંપડી તરફ જવા ૨વાના થયો. આખા રસ્તામાં એના મગજમાં એક જ પ્રશ્ન સાપની જેમ સળવળતો હતો..... આટલો મહાન માણસ ઝૂંપડીમાં શા માટે ? એણે ચાણક્યને આ પ્રશ્ન કર્યો ત્યારે ચાણક્યે જે જવાબ આપ્યો છે તે આજના દિલ્હીની ગાદી પર બેઠેલા સત્તાધારીઓએ કાન ખોલીને સાંભળવા જેવો છે.
ચાણક્યે કહ્યું, “જે દિવસે અમાત્યો (મંત્રીઓ) મહેલમાં રહેતા થશે તે દિવસે પ્રજાને ઝૂંપડીમાં રહેવાનું થશે. જે દિવસે મહાઅમાત્યો મહેલોની લાલચ કરશે તે દિવસે આ સામ્રાજ્ય તૂટી જશે.” ૪ મુનિ શ્રી મહાબોધિવિજયજી
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org