________________
ધર્મ અચિંત્ય ચિતામણિ શ્રીમદ્ રાજચંદ્રજી વસો મુકામે નિવૃત્તિ અર્થે થોડા દિવસ છે. રહ્યા હતા. તે વખતે વસોથી એક માઈલ દૂર આવેલા ચરામાં શ્રી
લલ્લુજી મહારાજ વગેરે મુનિઓ સાથે દરરોજ થોડો સમય ગાળી છે તેઓને સબોધ આપતા હતા.
એક દિવસ શ્રી લલ્લુજી મહારાજ સાથે ચરામાં જતાં શ્રીમજી ૪ તે બોલ્યા,
“ધર્મ અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ છે.” શ્રી લલ્લુજીએ પૂછયું, “અચિંત્ય ચિંતામણિ એટલે શું?” શ્રીમદ્જીએ કહ્યું,
“ચિંતામણિ રત્ન છે, એ ચિંતવ્યા પછી ફળ આપે છે; - ચિંતવવા જેટલો તેમાં પરિશ્રમ છે. પરંતુ ધર્મ વિ એટલે તેમાં ચિંતવવા જેટલો પણ શ્રમ નથી એવું અચિંત્ય ફળ આપે છે.”
Lમરણભય શાને? પદમશીભાઈ નામના એક કચ્છી ભાઈએ મુંબઈમાં શ્રીમદ્ * રાજચંદ્રજીને પૂછ્યું, “સાહેબજી, મને ભય સંજ્ઞા વધારે રહે છે, છે તેનો શો ઉપાય?”
શ્રીમદ્જીએ સામો પ્રશ્ન પૂછ્યો, “મુખ્ય ભય શાનો વર્તે છે છે?”
પદમશીભાઈએ કહ્યું, “મરણનો.' એટલે શ્રીમજી બોલ્યા,
“તે તો આયુષ્યબંધ પ્રમાણે થાય છે. જ્યારે આયુષ્ય પૂર્ણ ૨ થતાં સુધી મરણ તો નથી, ત્યારે નાના પ્રકારના ભય રાખ્યાથી શું થવાનું હતું? એવું દઢ મન રાખવું.”
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org