________________
કરવામાં આવેલ છે. મોટા ભાગનાં પદોનો રાગ-તાલ-તર્જ તેની ઉપર જણાવેલ છે, જેથી ગાયકવૃન્દને પદ્ધતિસર ગાવા-ગવરાવવામાં સહાયક થશે એમ માનીએ છીએ.
આ પુસ્તકને તેના આ નવીન, સુઘડ અને સર્વોપયોગી રૂપમાં પ્રગટ કરવામાં અનેક ભાઈ-બહેનોએ વિશિષ્ટ પ્રેમ-પરિશ્રમ કર્યો છે, તે સૌનો અમે આભાર માનીએ છીએ. વિશેષ કરીને નીચેના મુમુક્ષુ ભાઈ-બહેનોના અમો વિશેષ આભારી છીએ:
શ્રી મથુરભાઈ બારાઈ, શ્રી હર્ષદભાઈ પંચાલ, સુશ્રી મુક્તાબેન મહેતા, સુશ્રી રીનાબેન એ. શાહ, સુશ્રી જયાબેન એસ. ધ્રુવ અને માનનીય શ્રી અરુણભાઈ ભાવસાર
સ્વ. શ્રી ધનસુખભાઈ પી. દેસાઈના સહાધ્યાયી સ્વ. શ્રી નવીનચંદ્ર પૂનમચંદ જસવા સાન્તાક્રુઝ-વેસ્ટ)ના પરિવાર તરફથી અને તેમના ધર્મપત્ની બહેનશ્રી રસીલાબેનની પ્રેરણાથી સ્વર્ગસ્થ શ્રીના આત્મશ્રેયાર્થે આ પ્રકાશનમાં વિશિષ્ટ અર્થસહયોગ પ્રાપ્ત થયો છે, જે બદલ તેમને સૌને ધન્યવાદ ઘટે છે.
આ ભક્તિ-પદ-સંગ્રહનો ગુજરાતી જનતા સદુપયોગ કરશે, અને તે નિમિત્તના અવલંબન દ્વારા પરમાત્મા-સદ્ગુરુ-સંતો અને ધર્મ પ્રત્યેની ભક્તિની અભિવૃદ્ધિ કરી આત્મશ્રેય સાધશે એવી ભાવના ભાવીએ છીએ.
ૐ શાંતિઃ વૈશાખ સુદ દશમ, વિ.સં.૨૦૫૧,
સાહિત્ય પ્રકાશન સમિતિ ભ. મહાવીર કેવળજ્ઞાન કલ્યાણક
વતી પ્રકાશ ડી. શાહ તા. ૯ મે, ૧૯૯૫
માનદ્ સંપાદક “દિવ્યધ્વનિ'].
કોબા ૩૮૨૦૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org