________________
દ્વિતીય આવૃત્તિ પ્રસંગે દૈનિક ભક્તિક્રમની આ બીજી આવૃત્તિ પ્રગટ કરતાં અમો સાત્ત્વિક આનંદનો અનુભવ કરીએ છીએ.
વિદ્યા-ભક્તિ-આનંદ-ધામની મંગળ-પ્રતિષ્ઠા નિમિત્તે આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ બહાર પડી હતી. તે વેળા સમયની ખેંચને લીધે અનેક ત્રુટિઓ તેના પ્રકાશનમાં રહી ગઈ હતી. આમ છતાં સમસ્ત ભારતમાંથી અને વિદેશમાંથી મુમુક્ષ-સાધક-વૃન્દોએ તેનો ઘણો સારો લાભ લીધો છે. છેલ્લા છ મહિનાથી તે ઉપલબ્ધ નહોતી અને માંગ સતત રહેતી, જેથી તેની આ નવીન અને અનેક સુધારાવધારા સાથેની આવૃત્તિ બહાર પાડેલ છે.
શ્રીમદ્ રાજચન્દ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબામાં, અઠવાડિયાના સાતેય દિવસ દરમ્યાન, આ પુસ્તકમાં નિર્દિષ્ટ કરેલ ભક્તિ-ભાવના-પારાયણ-ધૂનનો કાર્યક્રમ નિયમિતપણે અને ઉલ્લાસભાવથી સવાર-સાંજ આરાધવામાં આવે છે. આ ઉપરાંત ભારત અને વિદેશના પણ અનેક મુમુક્ષુઓએ તે પ્રમાણેની આરાધનાનો રૂડો પ્રારંભ કરેલ છે, જેથી પુસ્તકની સતત માગણી રહ્યા કરે છે. - આ આવૃત્તિમાં નિત્ય ભક્તિક્રમ ઉપરાંત પ્રસિદ્ધ સંત-ભક્તજ્ઞાનીજનોએ રચેલાં લગભગ ૬૦ જેટલાં પદો ઉમેરીને આ પુસ્તક સામાન્ય ભક્તિના કાર્યક્રમોમાં પણ ઉપયોગી થઈ શકે તેવો પ્રયત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org