SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ દૈનિક - ભક્તિક્રમ મૂર્ખ જનોને આ સંસારે કંઈક સુખ કંઈ દુઃખ દીસે, સુવિવેકીને સર્વ જણાયે દુઃખ સદા સંસાર વિષે..... ૧૮ (શું કહું નાથ ? તમે જાણો સઘળું, ગર્વ કરીને ગોથાં ખાધાં – એ દેશી) સંગ તજી, રાગ તજી, સમતા સજી, પ્રભુ કર્મોનો નાશ કરીને; જ્ઞાતા, દ્રષ્ટા થયા વિશ્વ સકળના, સુખ વીર્ય અનંત વીને; સંસાર ત્યાગ કર્યો આવા ક્રમે તમે, શુદ્ધ સ્વભાવી બનીને; તેથી તવ ચરણકમળની સેવા, સંતોએ પ્રિય ગણી છે. ૧૯ ત્રિલોકનાથ ! તુમ સેવાથી નિશ્ચે, નિશ્વળ સ્થિતિ અમારી; બળવાન સંસારશત્રુ હવે કેમ, જીતે ? – અમે બ્રહ્મચારી; શીતળ જળ-અમી વરસે ફુવારા-ગ્રીષ્મગૃહે રહે કોઈ, તો તહીં તાપ મધ્યાહ્ન તણો શો, ખરા ઉનાળાની માંહી? ૨૦ સંસાર તો બહુ દુ:ખદાયી નક્કી, સુખદાયી શિવપદ સાચું; મોક્ષ માટે ઘરબાર તજી સૌ, વને વસું, નહીં યાચું; દુષ્કર વ્રતો પણ વિધિથી પાળું, સંશય સર્વે ટાળું; તોય પીંપળ-પાન સમ મન ચંચળ, તેથીન સિદ્ધિ ભાળું. ૨૧ વાયુથી જલધિના જલમાં ઊછળતાં, ક્ષણભંગુર મોજાં પ્રમાણે; ક્ષણભંગુર આ વિશ્વ સદાયે, સર્વત્ર મુજ મન માને; સંસાર-વર્ધક સર્વ પ્રવૃત્તિથી, ઉદાસ થઈ મન ઇચ્છે; વિકારવિણ પરમાનંદ બ્રહ્મમાં, રહેવા આપ સમીપે... ૨૨ હે! શુદ્ધ આત્મા, શું કામ તારે, લોક કે દ્રવ્ય આશ્રયનું; ઇન્દ્રિય, પ્રાણ કે વાણી કાયાનું, વિકલ્પ પુદ્દગલમયનું ? અરે ! એ પુદ્ગલ ભિન્ન તારાથી, ભૂલીને મારાં માને; આશ્રય અતિશય કરી પરનો દૃઢ, વ્યર્થ બંધાય તું શાને? ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy